રેગ્યુલર સેક્સ સૌથી સારો ઉપાય છે

Last Modified શુક્રવાર, 4 મે 2018 (18:32 IST)
સેક્સ એક એવો વિષય છે જેની સાથે દરેક વ્યક્તિ નિયમિત પોતાની રીતે જોડાય છે. મોટા ભાગના લોકો સેક્સ સાથે જોડાઈ જવાના મામલાને ગુપ્ત રાખવા માંગે છે. સેક્સને લઈને કેટલીક ગેરસમજ પણ છે. પરંતુ હકીકતમાં સેક્સ દરેક રીતે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. સેક્સના લીધે આરોગ્ય પર હકારાત્મક અસર થાય છે. સેક્સ સાથે સંકળાયેલા નિષ્ણાતો અને તબીબોનુ કહેવુ છે કે સેક્સના ઘણા ફાયદા રહેલા છે. પિટ્સબર્ગ યુનિવર્સીટી અને નોર્થ કેરોલાઈનઅ યુનિવર્સિટીના રિસર્ચના જણાવ્યા મુજબ સેક્સથી ઓક્સિટોસિન હોર્મોંસના સ્તરમાં વધારો થાય છે. આ હોર્મોનને કારણે પરસ્પર સંબંધોમાં મજબૂતી આવે છે અને આત્મવિશ્વાસ વધે છે. આ હાર્મોનના આ પ્રકારના નેચરના કારણે આને લવ હાર્મોન પણ કહેવામાં આવે છે. ઓક્સિટોસિન હાર્મોનના કારણે દંપતિમાં એકબીજા પ્રત્યે ઉદારતાની ભાવના પણ વધી જાય છે. સ્કોટ્લેંડ્ના રિસર્ચમાં જણાવવામાં આવ્યુ છે કે સેક્સના લીધે હેલ્થને સૌથી મોટો ફાયદો થાય છે. આનાથી એક બાજુ બ્લડપ્રેશર નોર્મલ રહે છે તો બીજી બાજુ તણાવમાં ઘટાડો થાય છે. 

મહિલાઓ અને પુરૂષોને આવરી લઈને કરવામા6 આવેલા અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે જે લોકો રેગ્યુલર સેક્સ માણે છે તેમનામાં દબાણ પ્રત્યે રિસ્પોંસ સારો રહે છે . એક અન્ય અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે નિયમિત સેક્સથી બ્લ્ડપ્રેશરને કાબૂમાં રાખવામાં મદદ મળે છે. સારા સેક્સની હેલ્થ ઉપર સીધી અસર થાય છે. ફિજિકલ હેલ્થ ઉપર પણ તેની અસર થાય છે. વિલ્કિશ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ અઠવાડિયામાં એક અથવા બે વખત સેક્સ કરવાથી ઈમ્યુનોગ્લોબિન નામના એંટીબોડીમાં વધારો થાય છે. 

વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલ સર્વેમાં જાણવા મળ્યુ કે આ એંટિબોડીથી શરદી જેવા ઈંફેક્શનને રોકવામાં પણ મદદ મળે છે. એક જૂની માન્યતા એવી પણ છે કે સેક્સ કરવાથી વધારે વયના લોકોમા હાર્ટ એટેકનો ખતરો રહે છે, પરંતુ ઈગ્લેંડના રિસર્ચ મુજબ આ માત્ર ખોટી માન્યતા છે. આમા કોઈ વિશ્વસનીયતા નથી. સેક્સ વખતે આવેલ હાર્ટએટેકનો સેક્સ સાથે કોઈ સંબંધ નથી. 

અડધા કલાકના સેક્સથી 85 કેલરી બર્ન થાય છે. અલબત્ત 85 કેલીએ વધારે નથી લાગતી. અડધા કલાકના 4 સેશન પછી 3570 કેલરી બર્ન થશે. આનો મતલબ એ થયો કે એક પાઉંડ વજન ઓછુ થઈ જશે. અમેરિકન એસોસિએશન ઓફ સેક્સિયોલિટી એજ્યુકેટર્સના અધિકારીના જણાવ્યા મુજબ એક્સથી શારીરિક, માનસિક બંને રીતે આરોગ્યને ફાયદો થાય છે.


આ પણ વાંચો :