સોમવાર, 24 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ. , સોમવાર, 24 નવેમ્બર 2025 (12:52 IST)

Ahmedabad Bulldozer Action: અમદાવાદમાં મોટુ બુલડોઝર એક્શન, ખાલી કરાવવામાં આવી રહી છે ઈસનપુર તળાવની જમીન

Bulldozer Action in Ahmedabad
અમદાવાદમાં રાષ્ટ્રમંડળ અને ઓલંપિક રમતોની દાવેદારી વચ્ચે એકવાર ફરીથી બુલડોઝર એક્શન સામે આવ્યુ છે. આ વર્ષે અમદાવાદ પોલીસ અને નગર નિગમે ચંડોળા તળાવનુ મિની બાંગ્લાદેશ ધ્વસ્ત કર્યુ હતુ. હવે અમદાવાદના ઈસનપુરમાં બુલડોઝર એક્શન થઈ છે. અમદાવાદમાં ઈસનપુર શહેરનુ ત્રીજુ મોટુ તળાવછે. તળાવની જમીન પર કબજા વિરુદ્ધ અતિક્રમણ રોધી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પહેલા એકવાર થયેલ કાર્યવાહીમાં કુલ 167 કમર્શિયલ સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવ્યા હતા. આ વખતે 925 રેજિડેંશિયલ સ્ટ્રક્ચર તોડવામાં આવી રહ્યા છે.  
 
નોટિસના પછી ચલાવી રહ્યા છે બુલડોઝર 
અમદાવાદ નગર નિગમ (AMC) તરફથી માનસૂન પહેલા રેજિડેશિયલ ઘરોને નોટિસ મોકલવામાં આવી હતી.  દિવાળીને કારણે ડેમોલિશનમાં મોડુ થયુ. હાલ ચાર ભાગમાં ડેમોલિશનુ કામ ચાલી રહ્યુ છે. મળતી માહિતી મુજબ 20 નવેમ્બરના રોજ ડેમોલિશન થવાનુ હતુ પણ લોકલ લોકોએ ચાર દિવસનો સમય માંગ્યો હતો. ગેરકાયદેસર નિર્માનો તોડવા માટે ચાર મોટી હિતાચી મશીનો પછી 4 જેસીબી લગાવવામાં આવી હતી.  ઘટના સ્થળ પર સ્થિતિ સાચવવા માટે અમદાવાદ શહેર પોલીસના 500 જવાનો સાથે 500 નગર નિગમના કર્મચારીઓને ગોઠવવામાં આવ્યા છે.  

 
હાઈકોર્ટમાંથી ન મળી રાહત 
ઈસનપુર તળાવ પર કબજો કરનારાઓમાં 10 લોકો નોટિસ વિરુદ્ધ હાઈકોર્ટ ગયા હતા. હાઈકોર્ટે રાહત ન આપતા કહ્યુ હતુ કે વોટર બૉડી પર કોઈ પણ પ્રકારના અતિક્રમણને યોગ્ય ઠેરવી શકાતા નથી. અમદાવાદે રાષ્ટ્રમંડળ સાથે ઓલંપિક રમતો માટે પોતાની દાવેદારી કરી છે. આ માટે શહેરમાં ઈંફ્રાસ્ટ્રક્ચરના મોરચા પર ઝડપથી કામ થઈ રહ્યુ છે. અમદાવાદ નગર નિગમના ઉપનગર પ્રમુખ રિદ્ધેશ રાવલ મુજબ કાર્યવાહીમાં અમદાવાદ નગર નિગમના ચાર ઝોનની ટીમ સામેલ છે. પોલીસ વિભાગ અને અમદાવાદ નગર નિગમ સાથે મળીને આ કાર્યવાહી કરી રહ્યા છે.  
 
થોડા સમય અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં ઓપરેશન ક્લીન ચંડોળા 2.0 પૂર્ણ થઈ ગયું છે.  ચંડોળા તળાવ વિસ્તારમાંથી 2.50 લાખ ચો.મી. જમીન પરથી દબાણ હટાવીને જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. ચંડોળા તળાવ વિસ્તારમાંથી 8500 દબાણો હટાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે AMC દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં હતી. અત્યાર સુધીમાં 99% ગેરાકયેદસર બાંધકામ દૂર કરવામાં આવ્યા છે.
 
AMC અને શહેર પોલીસની સંયુક્ત કામગીરીથી દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે. તળાવ આસપાસના દબાણ દૂર કર્યા બાદ ફરી દબાણ ન થાય તે માટે તળાવની ફરતે વોલ બનાવવામાં આવશે, તેમજ વોલ કર્યા બાદ અહીં એક SRPનો પોઇન્ટ પણ મૂકવામાં આવશે. આગામી સમયમાં ચંડોળા તળાવના બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. આગામી દિવસોમાં ચંડોળા તળાવને ઉંડું કરવામાં આવશે. ઉપરાંત કાંકરિયાની જેમ 7 ફેઝમાં તળાવનો વિકાસ કરવામાં આવશે.