1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. ઘરની શોભા
Written By વેબ દુનિયા|

ઘરેલુ નુસ્ખા - કિચનની શોભા વધારવા માટેની કિચન ટિપ્સ

P.R
- સૌથી પહેલા તો તમે તમારા રસોડામાં નજર દોડાવીને જુઓ કે કોઇ સામાન નકામો તો નથી પડ્યો ને. મોટાભાગના ઘરોમાં બેકારથઇ ચૂકેલા ટોસ્ટ, અવન વગેરેને પણ રસોડામાંથી દૂર કરવામાં નથી આવતા. માટે તમે એ જ સામાનને રસોડામાં રાખો જે જરૂરી છે.

- જો ફ્રીઝ રસોડામાં જ રાખ્યું છે તો તેને ડાઇનિંગ ટેબલની નજીક મૂકાવી દો.

- મિક્સર, ગ્રાઇન્ડરને રસોડાના એક ખૂણામાં સાફ જગ્યાએ રાખો જ્યાંથી સ્વિચ બોર્ડ નજીક હોય અને ત્યાં પાણીના છાંટા ન ઉડે. તેને તમે નાના કબાટમાં પણ રાખી શકો છો જેથી જરૂર પડે જ બહાર કાઢવામાં આવે.

- આ સિવાય દરરોજ કામમાં આવતી વસ્તુઓને બહાર જ રાખો. બાકીના ઓછા કામમાં આવતા સામાનને તમે રસોડાના કબાટમાં રાખી શકો છો જેથી નકામી વસ્તુઓનો ઢગલો તમારા રસોડાની શોભાને બગાડે નહીં.

- કપ, વાસણ વગેરેને રાખવા માટે સ્ટીલના રેકનો પ્રયોગ ઉત્તમ રહેશે. સંભવ હોય તો તેને દીવાલ પર લટકાવી દો. આનાથી રસોડામાં વધારે જગ્યા બચશે.

- કિચનનો કચરો એકત્ર કરવા માટે કિચન માટે અલગ ડસ્ટબિન રાખો અને તેને રોજ સાંજે ફેંકીને સાફ કરી મુકો

- કિચનના ડબ્બાઓને અઠવાડિયે કે પંદર દિવસે એકવાર સાફ કરો, જેથી તમારા કરિયાણા જીવાત કે કીડીઓ થાય નહી

- કિચનને કીડી અને વંદાઓના ઉપદ્રવથી બચાવવા માટે લક્ષ્મણરેખા ચોક 2-3 દિવસે ફેરવતા રહો.

- યાદ રાખો કિચનમાં અન્નપૂર્ણા વસે છે અને ગૃહિણી ઘરની લક્ષ્મી કહેવાય છે તેથી તમારા ઘરમાં બરકત અને તમારી સ્માર્ટ ગૃહિણીની છાપ માટે કિચન હંમેશા સ્વચ્ચ રાખો.