રવિવાર, 24 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Updated : સોમવાર, 19 સપ્ટેમ્બર 2022 (13:40 IST)

Rid Of Rats: શુ તમે પણ ઘરમાં દોડી રહેલા ઉંદરથી છો પરેશાન, તો અપનાવો આ ટિપ્સ

Rid Of Rats: ઘરમાં કોઈ પણ વસ્તુ મુકતા પહેલા આપણા મનમાં ઉંદરનો વિચાર જરૂર આવે છે. ઘણીવાર ઘરોમાં, ઉંદરો ક્યારેક વાયર કતરી નાખે છે તો ક્યારેકખાદ્ય ચીજવસ્તુઓ પર બરબદ કરે છે અથવા કિંમતી કપડાં કતરી ખાય છે. સાથે જ જો ઉંદરો બિલ બનાવીને તમારા ઘરમાં જ રહેવા માંડે ત્યારે સમસ્યા વધુ થઈ જાય છે. સાથે જ અનેક જીવલેણ બીમારીઓ પણ ઉંદરોથી થાય છે. આવી સ્થિતિમાં તેમને ઘરની બહાર કાઢવો જ એકમાત્ર ઉપાય છે. ચાલો આજે આ આર્ટીકલમાં જાણીએ ઘરમાંથી ઉંદરોને દૂર કરવાના કેટલાક ઉપાય
 
પિપરમિંટ -  એવું કહેવાય છે કે ઉંદરોને પીપરમિન્ટની ગંધ ગમતી નથી. જો તમે ઘરના દરેક ખૂણામાં કપાસમાં પિપરમિંટ લગાવીને મુકી દો તો  ઉંદરો આપોઆપ ભાગી જશે.
 
 
તમાકુ - તમાકુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જો કે આ ઘરમાંથી ઉંદરોને ભગાડવામાં તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે, કારણ કે તેમાં નશીલો પદાર્થ હોય છે, જેના કારણે ઉંદરો બેભાન થઈ જાય છે. આ માટે એક બાઉલમાં એક ચપટી તમાકુ લો. તેમાં 2 ચમચી દેશી ઘી ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ ચણાનો લોટ અથવા ઘઉનો લોટ ઉમેરીને બોલ્સ તૈયાર કરો. આ બોલ્સ તેને એવી જગ્યાએ મુકો જ્યાં ઉંદરો આવીને જઈ શકે. આમ કરવાથી ઉંદરો તેને ખાઈ જશે અને બેભાન અવસ્થામાં આવતા જ ઘરની બહાર નીકળી જશે.
 
ફુદીનો - ઉંદરો ફુદીનાની ગંધ સહન કરતા નથી. જો તમે દરની બહાર ફુદીનાના પાન મુકશો તો ઉંદરો દરમાંથી બહાર આવશે અને ફરી તમારા ઘરમાં નહીં આવે
 
કાળા મરી- ઉદરોને ઘરમાંથી ભગાડવા માટે જ્યાં તેઓ સંતાયા હોય ત્યાં કાળા મરી નાખો. આ પદ્ધતિ અસરકારક હોઈ શકે છે.
 
લાલ મરચું - ખોરાકમાં વપરાતા લાલ મરચાને ઉંદરોને ભગાડવાની સારી રીત માનવામાં આવે છે. જે જગ્યાએ ઉંદરોનો આતંક ઘરમાં ફેલાયેલો છે ત્યાં તેનો છંટકાવ તેમને ભગાડવામાં મદદરૂપ સાબિત થાય છે.
 
ફટકડી - ફટકડી એ ઉંદરનો દુશ્મન છે. આ માટે તમે ફટકડીના પાઉડરનું સોલ્યુશન બનાવીને ઉંદરના દરની નજીક છાંટો.
 
તેજપાન - ફટકડીના પાન એ ઉંદરોને મારવા માટે એક નિશ્ચિત ઉપાય છે. તેની સુગંધથી ઉંદરો ભાગી જાય છે. તમે ઘરની તે જગ્યાઓ પર તમાલપત્ર મુકી દો જ્યાં ઉંદરો વધુ આવે છે.

કપૂર- ઘરમાં પૂજા માટે કપૂરની ગોળીઓનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપરાંત, તેનો ઉપયોગ ઉંદરોને દૂર કરવા માટે થઈ શકે છે. તેમની ગંધના કારણે ઉંદરોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે અને તેઓ ઘરની બહાર નીકળી જાય છે.
 
વાળ - ઉંદરોને ઘરની બહાર રાખવાનો સૌથી સરળ રસ્તો માનવ વાળ દ્વારા છે, કારણ કે તે ઉંદરોને દૂર રાખે છે. તેઓ તેને ગળી જવાથી મૃત્યુ પામે છે.