શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Updated : સોમવાર, 15 મે 2023 (10:31 IST)

Cleaning Tips- ઘરની બારીના કાંચ થઈ ગયા છે ગંદા, તો અજમાવો આ ટિપ્સ, નવાની જેમ ચમકશે

Cleaning Tips- ઘણા લોકોને સાફ-સફાઈ કરવાની ટેવ હોય છે. દરરોજ ઘરની સફાઈ કરવી જરૂરી પણ હોય છે. પણ અમે ઘરના ફ્લોર અને બીજી વસ્તુઓની તો સફાઈ કરી લે છે પણ બારી અને બારણાઓમાં લાગેલા કાંચને સાફ કરવો મોટુ ટાસ્ક હોય છે. કાંચની બારીઓ ગંદી પણ જલ્દી થઈ જાય છે. લોકો ગંદી બારીને સાફ કરવા માટે મોંઘા ક્લીનર વાપરીએ છે પણ આજે અમે તમને કેટલાક એવા હેક્સ જણાવીશ જેનાથી ઘરમાં લાગેલા કાંચ નવાની જેમ ચમકવા લાગશે. 
 
બેકિંગ સોડા 
રસોડામા% ઉપયોગ થતા બેકિંગ સોડાની મદદથી ઘરની બારીઓમાં લાગેલા કાંચને સાફ કરી શકાય છે. તેના માટે થોડો બેકિંગ સોડા નરમ કપડા પર લગાવીને કાંચ પર ઘસવું. તે પછી એક સૂતરના કાપડ અને પાણીની મદદથી બારીને સાફ કરવું. 
 
સિરકો- તમે સિરકાના ઉપયોગથી પણ ઘરમાં લાગેલા કાંચને સાફ કરી શકાય છે. તેના માટે તમે એક સ્પ્રે બોટલમાં સિરકા ભરી લો. હવે જ્યારે પણ સફાઈ કરવી હોય તો તેને બારીના કાંચ પર સ્પ્રે કરવુ અને સાફ કપડાથી તેને લૂંછી લો. 
 
ડિશ શોપ 
રસોડામાં જે ડિશ શોપથી વાસણ ધોઈએ ચે તેના ઉપયોગથી પણ બારીના કાંચને સાફ કરી શકાય છે. તેના માટે એક સ્પ્રે બોટલમાં પાણીમાં તેને મિક્સ કરી લો. હવે તેને વિંડો પર સ્પ્રે કરવું. તે પછી કપડાથી તેને ઘસવું. તમે જોશો કે બારી સાફ થઈ ગઈ છે. 
 
મીઠુ 
તમે મીઠાના ઉપયોગ કરીને પણ વિંડોના કાંચને ચમકાવી શકો છો. તેના માટે પાણીમાં હળવો મીઠુ મિક્સ કરી મિશ્રણ બનાવી લો. હવે તેને ગંદા કાંચ પર નાખો અને તેને સાફ કરવું. મીઠામાં રહેલ કેમિકલ ગંદગીને સાફ કરવામાં મદદ કરશે.