શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: ગુરુવાર, 31 જાન્યુઆરી 2019 (14:04 IST)

લાંબા સમય સુધી ટમેટાને ફ્રેશ રાખવાના અને સ્ટોર કરવાના સ્માર્ટ ટીપ્સ

દરેક ભારતીયના રસોડામાં ટમેટાનો ઉપયોગ હોય છે. ટમેટાના ઉપયોગ શાકના સિવાય તેનો ઉપયોગ ચટનીમાં પણ કરાય છે. વધારે દિવસો સુધી ટમેટા સ્ટોર કરવું મુશ્કેલ છે કારણકે આ જલ્દી જ નરમ થઈ સડી જાય છે. જ્યારે બજારમાં ટમેટા ઓછા આવી રહ્યા હોય ત્યારે તમે સ્ટિર કરેલ ટમેટા પ્રયોગમાં લાવી શકો છો. જો તમે લાંબા સમય સુધી ટમેટાને સ્ટોર કરવા ઈચ્છો છો તો આજે અમે તમને સ્માર્ટ કિચન ટીપ્સ જણાવીશ જે તમારા ઓછા ખર્ચે કામ સરળ કરી નાખશે. 
સામગ્રી 
1 કિલો ટમેટા
1 બીટ 
3 થી 4 ચમચી સફેદ વિનેગર કે સાઈટ્રોક એસિડ 
 
 
પહેલો ઉપાય 
1. સૌથી પહેલા ટમેટાને ધોઈને 2 થી 3 કલાક ફ્રીજરમાં મૂકો. જ્યારે ટમેટા સખ્ત થઈ જાય ત્યારે ટમેટાને બહાર 
 
કાઢી લો 
2. હવે તેને એક જિપ પાઉચ કે એયરટાઈટ કોથળીમાં સખ્ત ટમેટા જિપ પાઉચમાં ભરી દો. 
3. હવે ટમેટા ભરેલા જિપ પાઉચની બધી હવા બહાર કાઢતા બંદ કરી નાખો. 
4. હવે ફરીથી જિપ પાઉચને ફ્રીજરમાં રાખી દો. આવું કરવાથી ટમેટા ઘણા દિવસો સુધી ચાલશે. 
 
બીજું ઉપાય 
 
- તાજા ટમેટા અને બીટને નાના ટુકડામાં કાપી લો. 
- એક વાસણમાં અડધુ કપ પાણી નાખી ગરમ કરી લો. 
- ગરમ પાણીમાં કાપેલા ટામેટા નાખી ચળવા દો. અને વચ્ચે વચ્ચે હલાવતા રહો. 
- બે મિનિટ પછી કાપેલી બીટ પણ નાખી દો. 
- જ્યારે ટમેટા પૂરી રીતે ચડી જાય તો ગેસ બંદ કરીને ઠંદા થવા દો. 
- હવે ઠંડા ટમેટાના મિશ્રણને મિક્સરના જારમાં પેસ્ટ તૈયાર કરી લો. 
- પેસ્ટને ચાલણીથી ગાળી લો. 
- હવે ગાળેલા પેસ્ટને આઈસ ક્યૂબની ટ્રેમાં ભરી ફ્રીજરમાં જમવા માટે મૂકો 
- જામેલા ટમેટા ક્યૂબને એક વાસણમાં કાઢી
- હવે એક જીપ પાઉચમાં ભરી બધા ટમેટાને ફરીથી ફ્રીજરમાં મૂકી દો. 
- આ રીતે તમારા ટમેટા ક્યૂબસને 3 -4 મહીના સુધી સ્ટૉર કરી શકો છો. 
 
ત્રીજું ઉપાય
- હવે ટામેટાને સ્ટોર કરવાના ત્રીજો ઉપાય છે કે તમે ટમેટાના પેસ્ટમાં 1/2 ચમચી સાઈટ્રિક એસિડ નાખી કે 3 ચમચી વિનેગર નાખી મિક્સ કરો અને સાફ સૂકા કાંચની બોટલમાં ભરીને ફ્રીજમાં રાખો. આ રીતે તમે 15-20 દિવસ સુધી રાખી શકો છો. 
 
 
ટિપ્સ -
- ટમેટાના ડૂંઠા પર થોડું મીણ લગાવીને રાખવાથી ટમેટા ઘણા દિવસો સુધી ફ્રેશ રહે છે.
- ટમેટાને હમેશા ખુલ્લી હવાદાર જગ્યા પર મૂકવું. તેનાથી તેની તાજગી બની રહેશે.
- જો ટમેટા નરમ થઈ જાય તો તેને બહુ ઠંડા પાણીમાં ડુબાડીને રાખો, ટમેટા ફરીથી તાજા થઈ જશે..