શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: ગુરુવાર, 17 જૂન 2021 (07:49 IST)

ફ્રીજથી ગંધ હટાવવા માટે ટ્રાઈ કરો આ ઘરેલૂ ઉપાય

ઘણીવાર આવુ હોય છે કે દોડધમના વચ્ચે સામાન ફ્રીજમાં ઘણા દિવસો સુધી રાખ્યુ રહે છે અને ખરાબ થઈ જાય છે. જેનાથી ફ્રીજમાં દુર્ગંધ આવવા લાગે છે કે ઘણીવાર ઘણા બધા સામાનની ગંધ ફ્રીજમાં ભરી 
જાય છે. જો તમારા ફ્રીની પણ કઈક એવી જ સ્થિતિ થઈ ગઈ છે તો તમે કેટલાક ઉપાયોને અજમાવીને આ ગંદગીથી મુક્તિ મેળવી શકો છો. 
 
લીંબૂ 
ફ્રીજથી ગંધ દૂર કરવા માટે સારું હશે કે તમે તેની અંદર હમેશા અડધો કાપેલું લીંબૂ પાણીમાં નાખીને રાખો. 
 
બેકિંગ સોડા 
ફ્રીજને સાફ કરતા સમયે બેકિંગ સોડાનો ઉપયોગ કરવું. થોડો બેકિંગ સોડા અને પાણી મિક્સ કરી સૉફ્ટ કપડાથી ફ્રીજની સફાઈ કરવી. 
 
કૉફી બીંસ 
કૉફી બીંસની મદદથી ફ્રીજમાં ફેલાયેલી ગંદગી દુર્ગંધને દૂર કરી શકાય છે. તેના માટે કૉફી બિંસને બેકિંગ શીટ પર ફ્રીજના જુદા-જુદા ખૂણામાં રાખી દો અને રેફ્રીજરેટરને રાતભર માટે બંદ રહેવા દો. 
 
મીઠું 
એક વાટકી પાણીમાં મીઠુ નાખી તેને થોડો ગરમ કરી લો. ત્યારબાદ સાફ કપડાને પાણીમાં ડુબાએડીને તેનાથી ફ્રીજને સારી રીતે સાફ કરી લો. 
 
સંતરાના છાલટા 
ફ્રીજની ગંધ દૂર કરવા માટે તમે સંતરાના પણ ઉપયોગ કરી શકો છો. તેના માટે એક કપ લો અને તેને પૂર્ણ વ્હાઈટ વિનેગરથી ભરીને ફ્રીઝમાં રાખી દો. 
 
એસેંશિયલ ઑયલ 
કૉટન બૉલ્સમાં એસેંશિયલ ઑયલ્સની કેટલાક ટીંપા નાખો અને તેને ફ્રીજમાં પૂર્ણ એક દિવસ માટે બંદ કરી દો. 
 
ચારકોલ 
ચારકોલ માત્ર ચેહરા પર જામેલી ગંદગીને જ દૂર કરવામાં જ નહી પણ તેને તમે ફ્રીજમાં ફેલાયેલી ગંદી  દુર્ગંધને દૂર કરવામાં પણ ઉપયોગ કરી શકો છો. તેના માટે એક બાઉલમાં ચારકોલ નાખો. ફ્રીજનો તાપમાન ઓછું કરીને તેમાં ચારકોલ વાળો બાઉલ રાખી તેને ત્રણ દિવસો સુધી બંદ રહેવા દો.