વિકેંડ સ્પેશલ- આ રીતે બનાવો બંગાળી સ્ટાઈલ મીઠી-મીઠી cham-cham

Last Modified મંગળવાર, 15 જૂન 2021 (17:13 IST)
બંગાળની પ્રખ્યાત મિઠાઈ ચમ-ચમના વિશે સાંભળ્યુ હશે. આ ખાવામાં ખૂબ સૉફ્ટ અને ટેસ્ટી હોય છે. પણ તેને તમે બજારથી લાવાની જગ્યા ઘરે જ સરળતાથી બનાવીને ખાઈ શકો છો. તને તમારા વિકેંડનો મજા
ઉઠાવી શકો છો. ચાલો આજે અમે તમને જણાવીએ છે બંગાલી સ્ટાઈલ મીઠી ચમ-ચમ બનાવવાની રીત

સામગ્રી
પનીર 2 કપ
મેંદો 1 મોટી ચમચી
વાટેલી ખાંડ 2 કપ
દૂધ- 1 કપ
ઘી 1 મોટી ચમચી
મિલ્ક પાઉડર 1/2 કપ
વાટેલી લીલી ઈલાયચી -2
કેસર મિશ્રિત દૂધ- 1 મોટી ચમચી
ડ્રાઈ ફ્રૂટસ- જરૂર મુજબ

વિધિ
- સૌથી પહેલા એક બાઉલમાં પનીર, મેંદા મિક્સ કરી નરમ લોટ બાંધી લો.
- પછી તેનાથી નાની-નાની લૂંઆ લઈને ગોળ આકારમાં બૉલ બનાવો.
- એક પેનમાં પાણી અને 1 કપ ખાંડ મિક્સ કરી ઉકાળો
- પછી તેમાં એલચી પાઉડર મિક્સ કરી તૈયાર બૉલ્સ નાખી ઘુમાવો.
- પેનને ઢાકીને 10 મિનિટ ઉકાળો
- પછી તેને ઠંડુ કરી જુદો રાખી દો.
- જુદા પેનમાં ઘી ગર્મ કરો.
- પછી તેમાં દૂધ, મિલ્ક પાઉડર મિક્સ કરો.
- હવે તેમાં કેસરનો દૂધ અને 1 કપ ખાંડ મિક્સ કરી મિશ્રણ ઘટ્ટ થતા સુધી રાંધવું.
- ધ્યાન રાખો કે માવો પેનથી ચોટાય ના.
- પનીર બૉસને વચ્ચેથી થોડો કાપી માવો ભરી ચાશનીમાં ડુબાડો.
- તૈયાર ચમચમને સર્વિંગ પ્લેટમાં કાઢી ડ્રાઈ ફ્રૂટસથી ગાર્નિશ કરીને સર્વ કરો.


આ પણ વાંચો :