બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: બુધવાર, 20 જુલાઈ 2022 (00:51 IST)

Kitchen Tips: ભોજન બનાવતા સમયે બળી ગયો છે ગ્રેવી મસાલા તો આ ટીપ્સ દૂર કરશે ટેંશન

gravy
Kitchen Tips to Fix Burnt Food: ઘરે આવતા મેહમાન માટે તમે રસોડામાં કઈક સ્પેશન બનાવી રહ્યા છો અને તમારી થોડી બેદરકારીના કારણે આ શાકનો મસાલો બળી જાય તો કોઈનો પણ મૂડ અને મેહનત બન્ને ખરાબ થઈ જશે. જો તમારી સાથે પણ આવુ જ ઘણી વાર થયો છે તો તો આ સમયે આવુ થતા આ કિચન ટિપ્સ અહમાવીને જરૂર જોવો. જી હા આ કિચન ટિપ્સની મદદથી તમે વગર સ્વાદ ખરાબ કરી બળેલા મસાલાને વ્યવસ્થિત કરી ખાવા જેવો બનાવી શકો છો.  આવો જાણીએ કેવી રીતે 
 
બટાટા 
બટાટા કડવા સ્વાદને શોષી લે છે. તેના માટે ગ્રેવીમાં કાચા બટાટા નાખી ધીમા તાપ પર આશરે 10-15 મિનિટ માટે રાંધવુ. તે પછી બટાટાને બહાર કાઢી લો. તમારા શાકની ગ્રેવી એકદમ સારી થઈ જશે. 
 
દૂધ અને દહીં 
દૂધ અને દહીં બળેલી વસ્તુની ગંધને ખત્મ કરી નાખે છે. જો તમારા શાક કે ગ્રેવીનો મસાલો વાસણમાં ચોંટી જાય છે તો તેમાં તરત 2-3 ચમચી દહીં, દૂધ કે ક્રીમ નાખ અને વગર ચલાવી 2-3 મિનિટ રહેવા દો. તે પછી ધીમે-ધીમે તમારી ગ્રેવીને ચલાવતા રહો. તેનાથી તમારુ શાક વ્યવસ્થિત થઈ જશે અને તેનો સ્વાદ અને ફ્લેવર પણ સારુ થઈ જશે.