રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By

Milk Boiling Tips: દૂધ ઉકળીને વાસણથી ચોંટી જાય છે? આ Kitchen Hacks ની મદદથી પરેશાની દૂર થશે

Milk Boil Tricks: ઘણી વાર તમને અથવા તમારા નજીકના લોકોને દૂધ ઉકાળતી વખતે તકલીફ થઈ જ હશે કારણ કે આ કામ દેખાય છે એટલું સરળ નથી. સામાન્ય રીતે જ્યારે આપણે દૂધને ગેસ પર ઉકળવા માટે રાખીએ છીએ ત્યારે અચાનક કોઈ અગત્યનું કામ યાદ આવે છે અને જ્યારે તમે રસોડામાં પાછા ફરો છો, ત્યારે તમે જોઈને નારાજ થઈ જાવ છો કે વાસણમાંથી દૂધ ઉકળી ગયું છે અને ગેસ પણ ફેલાઈ ગયો છે. આ સિવાય દૂધ વાસણમાં એવી રીતે ચોંટી જાય છે કે તેને સાફ કરવું મુશ્કેલ છે. આવો, આજે અમે તમને એવી યુક્તિઓ જણાવવા જઈ રહ્યા છીએ જેને અનુસરવાથી દૂધ ન તો દહીં બને છે અને ન ચોંટી જાય છે.
 
1. જે વાસણમાં તમે દૂધ ઉકાળી રહ્યા છો સૌથી પહેલા તેની અંદર તળિયાને પાણીથી પલાળી લો. જો આવુ કરશો તો દૂધ વાસણ પર ચોંટશે નહી અને પછી તમને સરળતા થશે. 
 
2. કોઈ પણ વાસણમાં દૂધ ગરમ કરો તો તેમાં એક નાની ચમચી નાખી દો. આવુ કરવાથી દૂધ ઉકળીને બહાર નહી આવશે. 
 
3. તમે જ્યારે કોઈ પેનમાં દૂધ ગરમ કરો તો તેની ઉપર એક લાકડીની ચમચી મૂકી દો. તેને સ્પેચુલા પણ કહે છે. તેનાથી દૂધ બહાર નહી આવશે અને માત્ર ઉકળશે. 
 
4. દૂધ ઉકળતા સમયે ફેલાય ન તો તમે જે વાસણમાં દૂધ રાખો તેના કિનારા પર માખણની પરત લગાવી દો. તેનાથી તમે નિરાંત થઈ જશો. 
 
5. જો દૂધને ઉકાળતા સમયે તમે તેમાં અડધી ચમચી સોડિયમ કાર્બોનેટ મિક્સ કરી નાખશો તો ન માત્ર દૂધ ફેલશે પણ તાજો પણ રહેશે. 
Edited By-Monica Sahu