શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Updated : સોમવાર, 2 ઑગસ્ટ 2021 (09:55 IST)

Monsoon Tips- વરસાદ પહેલા ચેક કરી લો આ વસ્તુઓ, નહી આવશે ભેજ

ગરમી પછી વરસાદના મૌસમ રાહત લઈને આવે છે પણ વરસાદના દિવસોમાં મોટા ભાગે ઘરમાં ભેજ અને ફંગસની સમસ્યા વધી જાય છે. અમે તમને કેટલાક એવા ટીપ્સ જણાવી રહ્યા છે. જેને અજમાવીને તમે તેનાથી છુટકારો મેળવી શકો છો. 
 
- ઘરને ભેજ થી બચાવવાનો સૌથી અસરદાર ઉપાય છે પ્રાકૃતિક હવા અને તડકો. તેથી ઘરની બારી અને બારણા થોડી વાર માટે ખુલ્લા રાખો જેથી હવા અને તડકો ઘરમાં આવે. 
 
- બાથરૂમ અને રસોડા બે એવી જગ્યા છે કે હમેશા ભીની રહે છે. આ જગ્યાઓ પર પાણીના ઉપયોગ પછી તેને સૂકો રાખવાની કોશિશ કરવી. સાથે જ આ જગ્યાઓ પર કીટનાશક નાખો અને- ફ્યૂમિગેશન જરૂર કરાવો. 
-  વરસાદના મૌસમ શરૂઅ થતા પહેલા ચેક કરી લો કે કોઈ દીવારમાં દરાડ તો નથી. જો છે તો આ ભેજનો કારણ થઈ શકે છે. તેથી સમય રહેતા દરાડોમાં વાટરપ્રૂફિંગ કરાવી લો અને તેમાં ચૂનો ભરાવો. 
 
- વરસાદના દિવસોમાં ઘરની દરરોજ સફાઈ જરૂરી છે. સફાઈ પછી લવિંગ અને તજ ને અડધા કલાક સુધી પાણીમાં ઉકાળી લો અને આ પાણીને બોટલમાંબ ભરીને પૂરા ઘરમાં તેનો સ્પ્રે કરવો.