મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By

ઘરેલુ નુસ્ખા - સ્માર્ટ કુકિંગ ટિપ્સ

- સૂકાયેલી બ્રેડ જો વધી છે તો તેને તમે તવી પર મૂકી કડક થાય ત્યાંસુધી શેકો. હવે મગફળીના થોડા દાણા, થોડો નારિયેળનો ભૂકો, 5-6 આખા લાલ મરચાં, હીંગ, જીરું, લસણ અને મીઠું નાંખી ચટણી પીસી લો.

- આમલેટને વધારે ફુલાવવા માટે તેને ફેંટતી વખતે થોડી ખાંડ કે દૂધ મિક્સ કરી લો.

- બ્રેડ સ્લાઇસ પર કેપ્સિકમ, ડુંગળી, ચીઝ છીણીને બેક કરી લો અને આ ઇન્સ્ટન્ટ પિઝાનો સ્વાદ લો.

- માઇક્રોવેવમાં ભોજન પકાવવું બહુ સરળ છે. આમાં પિઝા, વેજ પુલાવ, પોપકોર્ન, ઇડલી, ઢોકળા, કેક બહુ સરળતાથી બનાવી શકાય છે.

- માઇક્રોવેવમાં ઓછા તેલથી હેલ્ધી ફૂડ બનાવી શકાય છે. બહુ ઓછા સમયમાં ટેન્શન ફ્રી થઇને તમે તેમાં નેચલર ફૂડ બનાવી શકો છો.