શુ આ સ્વતંત્ર ભારતનું શાસન છે ?
સરકાર પડી જશે થોડી એવી બોલબાલા છેએવુ લાગે છે કે સરકાર ગરબડિઓની શાળા છે.શાસનની કૃપા દ્રષ્ટિથી જ ગુંડાઓની આંગળી ઘી માં છેપણ લોકોના નસીબમાં તો એ જ સૂકો રોટલો છે.કદી જે બે ટંક રોટલી માટે તરસતા હતા તે આજે નાયક છેહવે તેમના જ ટેબલ પર વ્હિસ્કી,ચિકનના પ્યાલા છે. શાસન જે પહેલા કદી જનસેવકોની કર્મશાળા હતીતે હવે અપરાધિઓ માટે ધર્મશાળા છે કોણ ઈચ્છે છે આજે દેશનુ ભલુ કોણ જાણેસૌને નેતા બનીને પૈસો કમાવવાની જ ઘેલછાં છે