આઝાદીની સાર્થકતા - વરિષ્ઠો માટે

વેબ દુનિયા|

આપણે તો ખુશ થવું જોઈએ કે આપણે સ્વતંત્ર ભારતના 60 વર્ષ જોયા છે. આ સત્તાવન વર્ષ નિરર્થક નહી પણ સાર્થક વિત્યા કહેવાય. કારણકે આજે ભલે ઘઉ-ચોખા કે તેલના ભાવ આસમાન પર પહોંચી ગયા હોય પણ આપણે તેને સરળતાથી મેળવી તો શકીએ છીએ. આજે આપણે આપણા બાળકોને વિદેશમાં ભણવા પણ મોકલી શકીએ છીએ અને પોતે પણ આરામથી વિદેશમાં ફરવા જઈ શકીએ છીએ

આજે પણ દેશમાં સાત કરોડ લોકો એવા છે જેમણે 15મીઓગસ્ટ 1947ના દિવસે અંગ્રેજો તથા દેશી રાજના ગુલામીથી દેશને આઝાદ થતા જોયો હતો. અને એવી આશાઓ રાખી હતી કે મહાત્મા ગાઁધી અને જવાહરલાલ નહેરુંના માર્ગદર્શન હેઠળ દેશ એટલો આગળ વધશે કે રાજા અને પ્રજા, અમીર અને ગરીબ, શહેરી અને ગ્રામીણ, બ્રાહ્મણ અને શૂદ્ર વચ્ચે જે અસમાનતાની ખાઈ છે તે હટી જશે. દરેક ભારતીય વિકાસ, સુખ તથા ન્યાયના રસ્તા પર આગળ વધશે. ગરીબી,ભુખમરો બેકારી, બેરોજગારી, મોંધવારી, બીમારી, તથા ભ્રષ્ટાચારની તો કોઈએ પણ કદી કલ્પના પણ નહોતી કરી. સંવિધાન કાનૂન અને સામાજિક કલ્યાણનો મજાક પણ ઉડી શકે છે તેના વિશે પણ કદી કોઈએ વિચાર્યુ નહોતુ. આઝાદીના 60 વર્ષ પૂરા થયા પછી જો તે લોકોને આનો અનુભવ અને વિચારો પૂછવામા આવે તો તેમનો જવાબ શુ હોઈ શકે છે.
નક્કી તેમનાથી વધારે દુ:ખી બીજુ કોઈ નહી હોય. લાગે છે કે તેમણે નકામી આટલી મહેનત અને સંધર્ષ કર્યો અને પ્રાણોની આહુતિ આપી. આપના સ્વતંત્ર સેનાનીઓ નકામા ખુશ થઈ રહ્યા હતા કે દેશ આઝાદ થઈ ગયો છે અને દેશને એક એવું સંવિધાન સોંપવામાં આવી રહ્યુ છે જેમાં દુનિયાના મોટાભાગના દેશોના સંવિધાનોની ઉત્તમતા છે, અને દેશનો દરેક વયસ્ક નાગરિક સરકાર બનાવવા અને ચલાવવામાં સહભાગી થશે.
પણ ત્યારે તેમનો પણ શુ દોષ ? તે સમયે તેમનામાં એટલો જોશ હતો, જૂનૂન હતો, મસ્તી હતી, આગ હતી, ક્રાંતિની આગ ભડકી રહી હતી. અટક થી કટક સુધી અને કાશ્મીર થી કન્યાકુમારી સુધી એક જ અવાજ હતો - 'અંગ્રેજો ભારતો છોડો'. 8 ઓગસ્ટ 1942 પછી કોઈ પણ ભારતવાસી આના સિવાય બીજું કશુ પણ સ્વીકારવા તૈયાર જ નહોતો. જલિયાવાલા બાગ હત્યાકાંડ પછી તો અસહયોગ આંદોલન, સવિનય ભંગ આંદોલન,ચોરી-ચોરા કાંડ, પૂના સમજૂતી, નેહરૂ રિપોર્ટ, ક્રિપ્સ મિશન, કેબિનેટ મિશન, વેવલ યોજના વગેરે ના ઉપર લોકોની જે પ્રતિક્રિયાઓ થઈ હતી.
તેના કારણે બ્રીટિશ સરકાર ભારતને આઝાદ કરવા માટે વિવશ થઈ ગઈ હતી. પણ તેમને મનમાંથી તો દુશ્મની કાઢી નહોતી. તેમણે જોયુ કે ભારતીયોમાં ખૂબ એકતા છે આ તાકત જ કમજોર બનાવી દઈએ. આથી તેમને અંદરોઅંદર જ દેશને ખોખલો બનાવવા માંડ્યો. આથી તેમને ભારતના અનેક ભાગ પાડી દીધા અને આખરે ભારત અને પાકિસ્તાન બની જ ગયા. આ તો આપણા સરદાર વલ્લભભાઈની મહેનત કે તેમના પ્રયત્નોથી જૂનાગઢ, હૈદરાબાદ અને જમ્મૂ-કાશ્મીર વગેરે રાજ્ય ભારતમાં જોડાઈ ગઈ, પણ કાશ્મીરનો વિવાદ વારસામાં મળી ગયો.
વિદેશી મૂડીને ભારતીય અર્થવ્યવસ્થામાં શોષણનું માધ્યમ માનીને સમાજવાદી સમાજ ની રચના તથા સંધીય ગણરાજ્ય વ્યવસ્થાને આદર્શ રૂપમાં સ્વીકારવામાં આવી. તે સમયે લોકોની છાતી ફૂલી નહોતી સમાતી જ્યારે પ્રથમ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુ એ લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવતા ભાષણ આપ્યુ. અને ચક્રવર્તી રાજગોપાલાચારી પ્રથમ ભારતીય ગવર્નર જનરલ અને ડો. રાજેન્દ્ર પ્રસાદ ભારતીય ગણરાજ્યના રાષ્ટ્રપતિ બન્યા.
જ્યારે વિદેશી કંપનીયો પર ભારતીયોનો અધિકાર થઈ ગયો, અને રિઝર્વ બૈક ઓફ ઈંડિયા અને ઈમ્પીરિયલ બેંક ઓફ ઈંડિયાનું રાષ્ટ્રીયકરણ થયુ અને વિજ્યાલક્ષ્મી પંડિતને સંયુક્ત રાષ્ટ્ર સંધ મહાસભાની અધ્યક્ષ બનાવવામાં આવી.બહુઉદ્દેશીય નદી ઘાટી યોજનાઓની શરૂઆત થઈ. સામુદાયિક વિકાસ ખંડનો કાર્યક્રમ ચાલ્યો. અને ત્યારે હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે જાહેર કરવામાં આવી. ત્યારે તો ખૂબ જ સારું લાગ્યુ હતુ. પણ મહાત્મા ગાધીની હત્યા...!! એ તો કદી ભૂલાય નહી. અને સાંપ્રદાયિકતાને દૂર કરવા ધર્મનિરપેક્ષતાનો નારો આપવામાં આવ્યો. જાતિભેદ અને અસ્પૃશ્યતા નિવારણ માટે આરક્ષણની શરૂઆત કરવામાં આવી અને અહીંથી જ દેશમાં જે પણ થવાનું શરૂ થઈ ગયુ તે સારુ નહોતુ. તેનુ ખરાબ પરિણામ બીજા કોઈ નહી પણ દેશના ઓછામાં ઓછા સાત કરોડ વરિષ્ઠ નાગરિક તો ભોગવી જ રહ્યા છે.
આ સાત કરોડ ઓછા ન કહેવાય. ચીન, રુસ, અમેરિકા, બ્રાઝિલ, ઈંડોનેશિયા, જર્મની, કે ભારત સિવાય બીજા કોઈ પણ દેશની કુલ જનસંખ્યા પણ આટલી નથી. આ વરિષ્ઠોને લાગી રહ્યુ છે કે તેમને ન તો આઝાદીનો અને ના તો તેમની 60 વર્ષની મહેનતનો કોઈ લાભ મળી રહ્યો છે. જેમણે મળ્યો છે તે હમણા ભલે ધન-કુબેર ને યશસ્વી લોકોની લિસ્ટમાં આવી ગયા હોય, પણ તેમની આવનારી પેઢીઓ ચારિત્રિક પતનની શિકાર થઈને દુ:ખી, અને અપમાનિત જીવન વ્યતિત કરવા માટે વિવશ હશે.તે પોતાને શ્રાપિત અનુભવી રહ્યા છે.
આનુ કારણ એ છે કે તેઓ ઉમંરના એ મુકામ પર આવી પહોંચ્યા છે જ્યા તેમની વ્યવસાયિક, સામાજિક, રાજનિતિક જીવનમાં સીમિત ઉપયોગિતા રહી જાય છે. અને તેમને વાનપ્રસ્થ કે સંન્યાસ આશ્રમમાં તેમણે જોડાઈ જવું જોઈએ. તેઓ માત્ર શારીરિક રીતે જ નહી પરંતુ માનસિક અને બૌધ્ધિક રીતે પણ તેમની ક્ષમતા ઘટી જાય છે. જેનો અનુભવ તેમને પૂર્વાગ્રસ્ત અને જીદ્દી બનાવી દે છે. આવામાં જો તેમની આવક અને મિલકત સિમિત હોય, અને જીવનનો ગુજારો કરવા માટે બીજા પ્ર આશ્રિત રહેવું પડે તો ઘર-પરિવાર, જાતિ, સમાજ અને રાજનીતિમાં તેમની ઉપેક્ષા થવા માંડે છે. આ જ કારણે મોટા ભાગના વરિષ્ઠ નાગરિકો જુના દિવસોની યાદ તાજી કરીને દેશની વર્તમાન સ્થિતિના પ્રતિ આક્રોશ વ્યક્ત કરતા નથી ચૂકતા. તે રાજનિતિક દળો, નેતાઓ, જમીનદારો, ઉદ્યમીઓ, પૂંજીપતિઓ, શિક્ષકો, કર્મચારિયો, અધિકારીયો અને પાશ્ચાત્ય સંસ્કૃતિથી પ્રભાવિત યુવા પેઢીને દોષ આપે છે. અને પોતાને ધિક્કારે છે. તે સ્પષ્ટ રીતે સ્વીકારે છે કે અંગ્રેજોનુ રાજ્ય અને મહારાજાઓના સમય આજથી વધુ સારો હતો. તેમના જેવા લોકોનો વિચાર આર્થિક સુધારાના કારણે અને બહુરાષ્ટ્રીય સંસ્થાઓ પ્રત્યક્ષ વિદેશી રોકાણ અને આયાતો પ્રત્યે ઉદારતાને કારણે દેશ ફરી ગુલામીની જંજીરોમાં જકડાઈ જવાની બીક ઉત્પન્ન કરવા માટે પૂરતી છે.
અંગ્રેજો અને મહારાજાઓના શાસનમાં શુ સારું હતુ? આ સવાલના જવાબમા તેઓ શુ કહેશે ? સૌ પ્રથમ તો તે વિભિન્ન વસ્તુઓ અને સેવાઓની કિમંતોની વાત જ કરશે. અને બીજી અનુશાસન. સંયુક્ત પરીવાર, જાતિ, ધર્મનું મહત્વ અને ભ્રષ્ટાચાર, ફૈશન, અવિનય અને અપરાધોની કમીની પ્રશંસા કરતા નથી થાકતા. ઘઉ, જુવાર, બાજરી, ચણા, તુવેર, ગોળ, ખાંડ, તેલ, ધી, દૂધ, ચાંદી, સોનાના ભાવ સંભળાવીને તો આપણને આશ્ચર્યમાં નાખી દે છે. અઢાર રુપિયે તોલા સોનુ અને એક રૂપિયા તોલા ચાંદી મળતી હતી.
એક રૂપિયામાં પાઁચ કિલો ઘઉં આવતા હતા. પણ જ્યારે તેઓ આ સંભળાવતા ત્યારે તે કહેવાનું ભૂલી જતા કે ત્યારે માણસ ત્યારે કમાતો શુ હતો ? ખેતરમાં કેટલુ અનાજ ઉગતુ હતુ. ? પીવાનું પાણી કેટલા દૂરથી લાવવું પડતુ હતુ.? નહાવા-ધોવવાની સગવડ કેટલી હતી ? શહેર જવા માટે બેલગાડી પણ નસીબમાં હતી કે નહી ? અનુશાસન અને સમયની પાબંદીની તો કોઈ જોડ જડે તેમ નહોતી પણ ડંડો કે ચાબૂકની માર કેટલી વાર ખાવી પડતી હતી ?ચોથા ધોરણથી વધુ ભણવાંનો અવસર તો બેરિસ્ટર કે દીવાનના છોકરાને જ મળતો હતો. જો રાજા પોતે રૂપિયા, પત્ની, જમીન મિલક્ત છીનવી લે તો કોઈને પણ ફરિયાદ નથી થઈ શકતી. અંગ્રેજી શાસન તો રાજા ને ગાદી પરથી હટાવી દેતા હતા. નિર્દોષ સ્વતંત્રતા સેનાનીયોને ફાઁસી આપવામાં આવી હતી. મોટા મોટા મહેલો, ભવન, કિલા, પુલ, રસ્તા, રેલ, બંદર શહેરો જરૂર વસાવવામાં આવ્યા. જંગલો લગાવ્યા, જાનવરો પાળવામાં આવ્યા, તળાવો ખોદવામાં આવ્યા.
પણ આ બધા માટે પૈસા તો ગરીબ લોકો પાસેથી ભેગા કરવામાં આવ્યા અને મજૂરો પાસેથી વેઠ ઉતારવામાં આવી. અંગ્રેજ અફસર, રાજા ના દરબારી, મામલતદાર અને પટવારી પણ લાંચ, ઘૂસ અને ભેટ લેતા હતા. જે મળતુ હતુ તે જ ખાવુ-પીવું અને ઓઢવુ પડતુ હતુ. દુષ્કાળ, પૂર કે ભૂકંપ કે મહામારીમાં લાખો લોકો મોતને ભેટતા હતા.

દીકરો કદી બાપથી અને શિષ્ય કદી ગુરૂથી આગળ નહોતો વધી શકતો. એકવાર જો દેવું લીધુ તો માણસનુ કુંટુબ સાત પેઢીયો સુધી બાંધેલી મજૂરી પર કામ કરતુ રહેતુ હતુ. ખેડૂત કર્જમાં જ જન્મતો, કર્જમાં જીવતો અને કર્જ છોડીને મરતો હતો. સંયુક્ત પરીવાર, જાતિ,પ્રથા, સાંપ્રદાયિક કટ્ટરતા, અસ્પૃશ્યતા, રુઢિવાદિતા, અંધવિશ્વાસ, બાળ-વિવાહ, દહેજ પ્રથા, મૃત્યુ ભોજ જેવી પધ્ધતિયોએ દેશને પાછળ જ ધકેલ્યો. લાખો કરોડો લોકો વિવિધ પ્રકારના અત્યાચારો અને અનાચારો ચુપચાપ સહેતા રહ્યા. તેઓ ભૂલી ગયા છે કે તેમને ક્યારે, કોણે અને કેવી રીતે હેરાન કર્યા છે. અને આજની હાલતમાં લાવીને પટક્યા. આ તો ઠીક ન કહેવાય કે તેઓ સ્વાધીનતા ને કે સરકારનેઆપે. કે આવનારી પેઢીને દોષ આપે.
આજની હાલત એટલી પણ ખરાબ નથી જેટલી તેઓ વિચારી રહ્યા છે. વાત એમ છે કે જુદા જુદા લોકોએ તેમને પોતાના આંકડા, સમાચારો, વિચારો અને કર્તવ્ય પાલને તેમને ભટકાવી દીધા છે. તેમને એ તો ખબર છે કે આખા કૂવામાં ભાઁગ પડી છે પણ આ નથી ખબર કે કૂવામાઁ પાણી પણ છે. અને હજારો લોકો ભાઁગથી પરેજ કરે છે. આઝાદી પહેલાના દેશ થી આજ ના ભારતની તુલના કરવામાં આવે તો હજારો મુદ્દા એવા છે જ્યા અમને વિકાસ ખુશી અને ચેન દેખાય છે. આ શું ઓછુ છે કે 60 વર્ષ પછી પણ દેશમાં લોકતંત્રને વ્યવસ્થા એવી ને એવી છે. અને અનેક રાજનીતિક દળોનું ગઠબંધન સરકાર દેશનું શાસન ચલાવવામાં સક્ષમ છે. સૈનિક શાસન અને તાનાશાહીને કોઈ મોકો નથી મળતો. પાકિસ્તાન જોડે ની લડાઈમાં પણ ભારત વિજયી રહ્યું છે.
સંયુક્ત રાષ્ટ્ર તથા આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં ભારતની આગળ પડતી ભૂમિકા છે. દેશની જનસંખ્યા 29 કરોડથી વધીને 103 કરોડ થઈ ગઈ, પણ વ્યક્તિ દીઠ આવક, વ્યક્તિ દીઠ વ્યય, વ્યક્તિ દીઠ બચત અને રોકાણ વધવાની સાથે-સાથે સરેરાશ જીવનની આશા, અનાજ, દૂધ, ધી, તેલ, શાક, ફળનો ઉપયોગ, ટેલીફોન અને ટેલીવિઝનની સુવિધા, શિક્ષા નું સ્તર, ચિકિત્સા સુવિધાની ઉપલબ્ધિ, સંગઠિત ક્ષેત્રના કર્મચારિયોનો પગાર, અનુલાભ, ભથ્થો વગેરેમાં પણ વધારો થયો છે. દસ પંચવર્ષીય યોજનાઓ હેઠળ વિકાસના કાર્યક્રમો પૂરા થયા છે. વિદેશી મુદ્રાનું સંકટ દૂર થયુ છે. અને 120 અરબ ડોલરનો વિદેશી વિનિમય કોષ લઈને દુનિયાના દરેક દેશના બજારમાંથી દરેક જરૂરો પૂરી કરવામાં દેશ સમર્થ છે. હવે ફક્ત રુસ કે સમાજવાદી દેશ જ નહી, અમેરિકા, બ્રિટેન, જાપાન, ફ્રાંસ, મોરિશિયસ, ચીન, સંયુક્ત અરબ અમીરાત, સઉદી અરબ, ઈંડોનેશિયા, થાઈલેંડ, કોરિયા જેવા બધા દેશ ભારત જોડેની દોસ્તીને મજબૂત બનાવવામાં લાગ્યા છે.
દેશમાં જે બદલાવ આવી રહ્યો છે તેને પસંદ કરો કે નહી, પણ તેને સ્વીકારવું તો પડશે. સારુ તો ત્યારે કહેવાશે જ્યારે પોતે પણ તે બદલાવમાં જોડાશો. માત્ર મૂક દર્શક કે સાક્ષી બનીને ન જીવો. પોતાના હકને સમજો અને તેના માટે સંધર્ષ કરો. તમારી ઉંમર હજુ પૂરી નથી થઈ. જે પણ તમારી પાસે છે, તે એટલુ તો છે જ કે જેના આધાર પર તમે મનગમતુ લક્ષ પ્રાપ્ત કરી શકો છો. અંગ્રેજો અને મહારાજાઓની શાસન વ્યવસ્થાને હટાવવા જેટલી મહેનત કરી હતી, તેટલી જ મહેનત દેશના વિકાસ,સુખ અને બદલાવ માટે જરૂરી છે. માત્ર નવી પેઢીના ભરોસે ના રહો પોતે પણ આગળ આવો. પાર્ટી ચાલી રહી છે તો પ્લેટ ઉઠાવો અને મેક્સિકન કે ચાઈનીઝનો સ્વાદ પણ લો. ડાંસ ચાલી રહ્યો છે તો તમે પણ થિરકવા માંડો. મકાન બની રહ્યુ છે તો એક ઈંટ તમે પણ ઉઠાવીને મૂકો. મોબાઈલ પર તમે પણ વાત કરી શકો છો, અને ઈંટરનેટ પર તમે પણ મનગમતી જાણકારી મેળવી શકો છો. ઉંમર તમારી મજબૂરી નથી, તમારે તો ખુશ થવું જોઈએ કે તમે સ્વતંત્ર ભારતના 60 વર્ષ જોયા છે.
આ 60 નિરર્થક નહી પણ સાર્થક વીત્યા કહેવાય. સાર્થકતા એ વાતમાં છે કે આજે ભલે ઘઉ-ચોખા કે તેલના ભાવ આસમાન પર પહોંચી ગયા હોય પણ આજે તમે તમારી જરૂરિયાત મુજબ તેને મેળવી તો શકો છો. આજે આપણે આપણા બાળકોને વિદેશમાં ભણવા પણ મોકલી શકીએ છીએ અને પોતે પણ આરામથી વિદેશમાં ફરવા જવાંનો કાર્યક્રમ બનાવી શકીએ છીએ.


આ પણ વાંચો :