ઇસરોનું માનવીય મિશન

વેબ દુનિયા|
- અક્ષેશ સાવલિયા

ભારતની અવકાશ એજન્સી (ઇસરો) ગંભીરતાથી માનવીય અવકાશી મિશન અંગે વિચારી રહ્યું છે. આ પ્રોજેકટમાં ઉપયોગમાં લઇ શકાય તેવી નવી કેપ્સુલ ટેકનોલોજી અંગે તેઓ એક વર્ષની અંદર એક અહેવાલ પણ તૈયાર કરશે, એમ ઇસરોના ચેરમેન જી.માધવન નાયરે જણાવ્યું હતું.

નાયરે એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યુ હતું, અમે માનવીય સ્પેશ મિશન વીશે ગંભીરતાથી વિચારી રહ્યા છીએ, પરંતુ તેના માટે અમારે માણસને સલામત રીતે અવકાશમાં મોકલી શકે અને પાછો લાવી શકે તેવી કેપ્સુલ વિકસાવવા માટેની નવી ટેકનોલોજીનો અભ્યાસ કરવો પડશે.

તેમણે જણાવ્યું હતું, ધ ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) આ નવી ટેકનોલોજી પર એક વર્ષની અંતર્ગત અહેવાલ તૈયાર કરશે અને તેને મંજૂરી માટે સરકાર પાસે મોકલી આપશે.
એક સવાલના જવાબમાં નાયરે જણાવ્યું હતું કે હાલમાં મગંળગ્રહ માટેનું મિશન વિચારણાના તબક્કામાં છે. ઇસરો આ લાલ ગ્રહ પર એક સેટેલાઇટ મોકલવાના પ્રોજેકટ અંગે પણ વિચારણા કરી રહ્યું છે. ઇસરોનું ચંદ્ર પરનું બેનામું મિશન આવતા વર્ષ સુધી તૈયાર થઇ જશે.

ઇસરો ટૂંક સમયમાં જ મઘ્યપ્રદેશના ૧૨ ગામોમાં રિસોર્સ સેન્ટરો ઉભા કરશે. તે ટેલી મેડિસીન, ટેલી-એજયુકેશન અને રિમોટ સેન્સીંગ ડેટા જેવા જુદી જુદી જાતના અવકાશસ્થિત ઉત્પાદનો અને સેવાઓ માટે સિંગલ વિંડો ડિલીવરી સિસ્ટમ પુરી પાડશે.
ઈસરો દ્વ્રારા એકસાથે ચાર ઉપગ્રહોનું સફળ પરીક્ષણ -

શ્રી હરિકોટા સ્થિત સતીષ ધવન અવકાશ કેન્દ્ર ખાતેથી ઈસરો ચાર ઉપગ્રહો સાથે 10મી જાન્યુઆરીના રોજ PSLV C-7 સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યુ હતુ. ભારતીય અવકાશ સંશોધન સંગઠનન અધ્યક્ષ માધવન નાયરે જણાવ્યુ હતુ કે PSLV C-7 (પોલાર સેટેલાઈટ લોંચ વ્હિકલ) ના સફળ પરીક્ષણને કારણે અવકાશ મિશન માટે દેશનો વિકાસ પુન: સ્થાપિત થયો છે. આ સાથે દેશની માનવસહિતની અવકાશ યાત્રા કરવાંની મહત્વાકાંક્ષી યોજનાના દ્વાર ખુલી ગયા છે.
44.5 મીટર લાંબા અને 295 ટન વજન ધરાવતા પી.એસ.એલ.વી.સી-7 લોંચ વ્હિકલ છોડતા વિજ્ઞાનીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. તમામ માપદંડોમાં આ પ્રક્ષેપણ સફળ નીવડ્યુ હતુ. આ પ્રક્ષેપણ તેની સાથે ચાર ઉપગ્રહો લઈ ગયુ છે.

ઈસરોના વડાના જણાવ્યા પ્રમાણે જેટલી ચોક્કસતાથી આ પ્રક્ષેપણ થયુ છે. એ એક પડકારજનક બાબત હતી. ઉલ્લેખનીય છે કે ભારતનું સ્પેસ કેપ્સૂલ રિકવરી એક્સપેરિમેંટ (એસ.આર.ઈ-1) ઉપગ્રહ 13 થી 30 દિવસ સુધી અંતરિક્ષમાં રહી પૃથ્વી ઉપર પરત આવશે. અને બંગાળના અખાતના સમુદ્રમાં પછડાશે. તેને પડ્યા પછી પાણી પર તરતો રાખવા આ ઉપગ્રહમાં એક વિશિષ્ટ રચના કરવામાં આવી છે. ઉપગ્રહ પુનરાગમનની આ ટેકનીક ભારતે પ્રથમવાર ઉપયોગમાં લીધી છે.
કોઈ યાનને પૃથ્વી પર પરત લાવવું એ ટેકનોલોજીકલ પડકાર છે. ઈસરો (ISRO- Indian Space Research Organisation) દ્વારા રિએંટ્રીનું આ પ્રથમ પરીક્ષણ છે. આ સફળતાથી ભારત ઉપગ્રહના પુનરાગમનની ટેકનીક ધરાવતા દેશોની હરોળમાં આવી ગયું છે. વિશ્વમાં આ પ્રકારનું પરીક્ષણ માત્ર ત્રણ જ દેશો, અમેરિકા, રશિયા અને ચીન દ્વારા કરવામાં આવ્યું છે. ભારત આવી ટેકનોલોજી બનાવનારો ચોથો દેશ બન્યો છે.
પી.એસ.એલ.વી. વિશે :

ચારેય ઉપગ્રહોને અંતરિક્ષમાં છોડનાર 44.5 મીટર ઊંચા પી.એસ. એલ વી. નુ વજન 295 ટન છે. તે ચાર તબક્કામાંથી સંચાલિત થાય છે. આ પી.એસ.એલ.વી ઘન અને પ્રવાહી એમ બંને પ્રવાહીનો વારાફરતી ઉપયોગ કરી ગતિમાન થાય છે. પ્રથમ તબક્કાનું 138 ટનનું પ્રોપેલંટ વિશ્વનું સૌથી મોટુ બુસ્ટર કહેવાય છે. બીજા તબક્કાનું પ્રવાહી પ્રોપેલંટ 41.5 ટન વજનનું છે.
કાર્ટોસેટ-2 વિશે.

ભારતે એસ.આર. ઈ-1 સાથે પી, એસ એલ વી. સી-7 દ્વારા પોતાનો રિમોટ સેંસિંગ ઉપગ્રહ કાર્ટોસેટ-2 પણ અંતરીક્ષમાં તરતો મૂક્યો છે. ભારતની રિમોટ સેંસિંગ સેટેલાઈટ શ્રેણીનો આ 12 મો ઉપગ્રહ છે. આ ઉપગ્રહ જમીન સર્વેક્ષણ અંગેની મહત્વની માહિતિ મોકલશે. આ ઉપગ્રહ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોન માળખાના વિકાસ માટે અગત્યની ભૌગોલિક માહિતી એકત્ર કરી મોકલશે. કાર્ટોસેટ -2 નું વજન 680 કિલો છે. આ ઉપગ્રહ અગાઉથી જ અવકાશમાં રહેતા 6 ઉપગ્રહોની હરોળમાં ગોઠવાઈ જશે. આ તમામ 6 ઉપગ્રહ હાલમાં કાર્યરત છે.
ઈસરોન ચેરમેન જી.માધવન નાયરે પી. એસ. એલ. વી સી-7 ના પ્રક્ષેપણને ધાર્યા કરતાં વધુ સંતોષકારક અને સફળ બતાવતા કહ્યુ કે આ સેટેલાઈટ નિર્ધારિત 635 કિ.મીની ભ્રમણ કક્ષામાં મુકાયો છે. આપણા વિજ્ઞાનીઓની ચોક્સાઈભરી કાર્ય પધ્ધતિનું ઉદાહરણ છે. પૂર્વ રાષ્ટ્રપતિ એ પી જે કલામે ઈસરોને પી.એસ.એલ. વી સી-7 ના સફળ પ્રક્ષેપણ અને એસ.આર.ઈ-1 ઉપગ્રહના પ્રથમ સફળ પરીક્ષણ બદલ ભારતને ગૌરવ અપાવવા માટે હર્ષ વ્યક્ત કર્યો હતો. ઈસરોના ચેરમેને કહ્યુ કે ભારતમાંથી ચંદ્રનું માનવરહિત મિશન મોકલવામાં ઓછામાં ઓછા આઠ વર્ષ લાગશે.


આ પણ વાંચો :