મંગળવાર, 12 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 26 જૂન 2025 (16:22 IST)

Astronaut Shubhanshu Shukla First Video- હું ગર્વ અનુભવું છું...', શુભાંશુ શુક્લાએ અવકાશમાંથી નમસ્તે કહ્યું

Shubhanshu Shukla First Video
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આજે સાંજે 4:30 વાગ્યે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ઉતરાણ કરશે. આ પહેલા એક્સિઓમ મિશને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ પોતાના અનુભવો શેર કર્યા છે. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં શુભાંશુ શુક્લા કહેતા જોવા મળે છે કે મને અહીં ખૂબ ગર્વ થઈ રહ્યો છે.
 
વીડિયોમાં શુભાંશુ આગળ કહે છે કે તમે પણ મારા દ્વારા આ સફરનો આનંદ માણી શકો છો. બધા દેશવાસીઓ મારી સાથે છે. આપ સૌ મારી સાથે ગર્વ અનુભવો. તમને જણાવી દઈએ કે શુભાંશુને એક્સિઓમ-4 મિશનમાં પાયલટ તરીકે સામેલ કરવામાં આવ્યા છે. તેમની સાથે ક્રૂમાં કમાન્ડર પેગી વ્હિટસન, ટિબોર કાપુ અને સ્લેવોજ ઉજ્નાન્સ્કી છે.