કાવ્ય - બસ એક કલ્પના

કલ્યાણી દેશમુખ|

જ્યાં સૌના ચહેરા હસતાં હોય, અને દુ:ખ કોઈને ન પડતા હોય
આ કેટલા સુંદર સપના છે, બસ આ તો મારી કલ્પના છે.

જ્યા બોમ્બ ન કદી બનતા હોય,બધા મુક્ત રીતે ફરતાં હોય
એક આવા દેશની ઝંખના છે, બસ આ તો મારી કલ્પના છે.

જ્યાં અલગ જાતિ ન બનતી હોય, બધા જ્યા ભારતીય હોય
એક એવા નગરની તમન્ના છે, બસ આ તો મારી કલ્પના છે..

જ્યા દરેક દિલમાં દેશભક્તિ હોય, અને એકતા જ્યાં શક્તિ હોયએક એવી મારી વંદના છે, બસ આ તો મારી કલ્પના છે.


આ પણ વાંચો :