સ્વતંત્રતા વિશેષ - પ્રથમ વડાપ્રધાન નેહરુનું પ્રથમ ભાષણ

nehru
વેબ દુનિયા|

14 ઓગસ્ટ 1947ની અડધી રાત્રે ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરુએ દેશને અને આખી દુનિયાને એક જુદો જ સંદેશ આપ્યો. દેશની આઝાદીને નેહરુએ 14 ઓગસ્ટની મધ્ય રાત્રિએ આખા વિશ્વને સંભળાવ્યુ.

નેહરુજીનુ આ ભાષણ એક ઐતિહાસિક ભાષણના રૂપમાં યાદ કરવામાં આવે છે. તેમણે પોતાના ભાષણમાં કહ્યુ કે આપણે આ ક્ષણને મેળવવા માટે એક લાંબી લડાઈ લડવી પડી. આજે આપણે તેને મેળવી જ લીધી. એ દિવસ હર્ષોલ્લાસ સાથે આજે આપણી સામે છે. આ મધ્ય રાત્રિએ જ્યારે આખુ દેશ સૂઈ રહ્યુ છે ત્યારે ભારત જાગી રહ્યુ છે. ભારત હાલ એક સ્વચ્છંદ આઝાદીનો અનુભવ કરી રહ્યુ છે. આ પ્રકારણી ક્ષણ ઈતિહાસમાં ખૂબ જ ઓછી આવે છે. આ એ સમય છે,જ્યારે આપણે જૂનાથી નવા યુગ તરફ આગળ વધી રહ્યા છીએ. રાષ્ટ્રની આત્મા સ્વતંત્રતાની ખુશ્બુ અનુભવી રહ્યુ છે. હવે અમે ભારત અને ભારતના લોકોની સેવા કરીશુ. માનવતાની સેવા અમારુ મુખ્ય લક્ષ્ય છે. ભારતે આ ઐતિહાસિક ક્ષણ માટે લાંબી રાહ જોવી પડી.

સઘર્ષ દરમિયાન આપણે ઘણીવાર જીત્યા અને ઘણીવાર હાર્યા. પણ આ સંઘર્ષ દરમિયાન ભારતે ક્યારેય પણ પોતાના આદર્શોને નથી ગુમાવ્યા, પણ ભારત આ પ્રકારના સમયમાં હવે હાજર છે. આજના દિવસે આપણે એક નવા યુગમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. ભારતના ભાગ્યનો ઉદય થવા જઈ રહ્યો છે. ભારત હવે ખુદને એક નવી ઊંચાઈની તરફ લઈ જશે. આપણે એક ખુશહાલ દેશ બનાવવા માટે ઘણા પગલા ઉઠાવવા પડશે. મહેનત દ્વારા આપણે આપણા સપનાં સાકાર કરી શકીએ છીએ. આ સપના છે તો ભારતના પણ બીજી બાજુ આ સપનાનુ મહત્વ આખા વિશ્વ માટે છે. અમે આખા વિશ્વમાં પહોંચાડવા માંગીએ છીએ. ભારતની જનતાને અપીલ કરીએ છીએ કે તેઓ એકસાથે અમારી આગળ આવે. આ સમય એકબીજાની નીંદા કરવાનો નહી ભારતને એકજૂટ કરવાનો છે.


આ પણ વાંચો :