મંગળવાર, 31 જાન્યુઆરી 2023
  1. ધર્મ
  2. તહેવારો
  3. સ્વતંત્રતા દિવસ
Written By
Last Updated: સોમવાર, 10 ઑગસ્ટ 2020 (13:20 IST)

Freedom of India - ભારતની આઝાદી સાથે સંકળાયેલી 10 રૂચિકર વાતો...

10 interesting facts about freedom india

ભારતના સ્વાધીનતા અંદોલનનું નેતૃત્વ મહાત્મા ગાંધીએ કર્યું હતું. પણ જ્યારે દેશને 15 ઓગસ્ટ, 1947 ના રોજ આઝાદી મળી તે આ ઉત્સવમાં શામેલ થયા નહી. 
1. મહાત્મા ગાંધી આઝાદી ના દિવસે દિલ્હીથી હજારો કિલોમીટર દૂર બાંગ્લાદેશના નોઆખલીમાં હતા. જયાં એ હિંદુઓ અને  મુસલમાનોના વચ્ચે સાંપ્રદાયિક હિંસાને રોકવા માટે અનશન પર હતા. 
2. જ્યારે નક્કી થઈ ગયું કે  ભારત 15 ઓગસ્ટએ આઝાદ થશે તો જવાહરલાલ નેહરૂ અને સરદાર વલ્લભભાઈ પટેલે મહાત્મા ગાંધીને પત્ર મોકલ્યો, પત્રમાં લખ્યું હતું - "15 ઓગસ્ટે આપણુ સંવિધાન દિવસ થશે. તમે રાષ્ટ્રપિતા છો. એમાં શામેલ થઈ તમારા આશીર્વાદ આપો. 
 

3. ગાંધીએ આ પત્રના જવાબ મોકલ્યો -  "જ્યા એકબાજુ કલકત્તામાં હિંદુ-મુસ્લિમ એક બીજાના લોહીના તરસ્યા છે, એવા સમયે હું ઉત્સવ મનાવવા કેવી રીતે આવી શકું છું.  હું રમખાણોને રોકવા માટે મારો જીવ પણ આપી દઈશ". 
4. જવાહરલાલ નેહરૂએ એતિહાસિક ભાષણ "ટ્રિસ્ટ વિદ ડેસ્ટની" 14 ઓગસ્ટની મધ્યરાત્રિએ વાયસરાય લૉજ ( અત્યારે રાષ્ટપતિ ભવન) પરથી આપ્યો હતો. ત્યારે નેહરું પ્રધાનમંત્રી બન્યા નહોતા. આ ભાષણ આખા વિશ્વએ સાંભળ્યુ પણ ગાંધી એ દિવસે નવ વાગ્યે ઉંઘવા માટે નીકળી ગયા હતા. 

5. 15 ઓગસ્ટ, 1947એ લોર્ડ માઉંટબેટને પોતાની ઓફિસમાં કામ કર્યુ  હતુ. બપોરે નેહરૂએ એમને પોતાના મંત્રીમંડળનું  લિસ્ટ આપ્યુ અને પછી ઈંડિયા ગેટ પાસે પ્રિંસેસ ગાર્ડનમાં એક સભાને સંબોધિત કરી. 
6. દરેક સ્વતંત્રતા દિવસ પર ભારતીય પ્રધાનનમંત્રી લાલ કિલ્લા પર ધ્વજા લહેરાવે છે, પણ 15 ઓગસ્ટ, 1947 ના રોજ આવું  થયું નહોતુ. લોકસભા સચિવાલાયના એક શોધ પત્ર મુજબ નેહરૂએ 16 ઓગસ્ટ, 1947 એ લાલ કિલ્લા પરથી ધ્વજા લહેરાવ્યો હતો. 
 

 
7. ભારતના તત્કાલીન વાયસરાય લોર્ડ માઉંટબેટનએ પ્રેસના સચિવ કેંપબેલ જોનસન મુજબ મિત્ર દેશની સેના સામે જાપાનના સમર્પણની બીજી વર્ષગાંઠ 15 ઓગસ્ટે પડી રહી હતી. 
8. 15 ઓગસ્ટ સુધી ભારત અને પાકિસ્તાનના વચ્ચે સીમા રેખાનું નિર્ધારણ થયું નહોતું. આ નિર્ણય 17 ઓગસ્ટ રેડક્લિફ લાઈનની જાહેરાતથી થયો હતો. . 

9. ભારત 15 ઓગસ્ટના રોજ આઝાદ જરૂર થઈ ગયું હતું, પણ ત્યારે તેનુ કોઈ રાષ્ટ્રગાન નહોતુ.  રવિદ્રનાથ ટેગોરે જન-ગણ-મન 1911માં જ લખી નાખ્યુ હતું પણ આ રાષ્ટ્રગાન 1950માં બન્યું. 
10. 15 ઓગસ્ટ ભારત સિવાય બીજા ત્રણ દેશોનો પણ સ્વંત્રતતા દિવસ છે. દક્ષિણ કોરિયા જાપાનથી 15 ઓગસ્ટ, 1945ના રોજ  આઝાદ થયું.  બ્રિટેનથી બહેરીન 15 ઓગસ્ટ, 1971 ને અને ફ્રાંસથી કાંગો 15 ઓગસ્ટ, 1960ના રોજ આઝાદ થયું.