જાણો Quit India આંદોલન વિશે જેણે અંગ્રેજોની જડ હલાવી દીધી, ચિત્રોની ઝલક સાથે

quit india
નવી દિલ્હી| Last Updated: સોમવાર, 10 ઑગસ્ટ 2020 (13:22 IST)
શુ ઉદ્દેશ્ય હતો આ આંદોલનનો 
આજે જ્યારે ભારત છોડો આંદોલનને 2016માં 74 વર્ષ થઈ રહ્યા છે એવામાં ભારતનો દરેક નાગરિક દેશના આ મોટા આંદોલનને સમજવા અને તેના લગભગ 5 વર્ષ પછી જ મતલબ 1947માં દેશને મળેલ આઝાદીને ધ્યાનમાં રાખતા આ આંદોલનના ઉદ્દેશ્ય અને પ્રાસંગિકતા પર પણ વિચાર રાખે છે.  જોવા જઈએ તો આ સારી રીતે એક જન આંદોલન હતુ. જેમા લાખો સામાન્ય હિન્દુસ્તાની ભલે તે ગરીબ હોય કે શ્રીમંત હોય કે ગ્રામીણ દરેક આ આંદોલનમાં જોડાયા હતા. આ આંદોલનની સૌથી વિશેષ વાત એ હતી કે તેને યુવાઓને મોટી સંખ્યામાં પોતાની તરફ આકર્ષિત કર્યા. 
 
યુવા કોલેજ છોડીને જેલની કેદ સ્વીકારી રહ્યા હતા. સૌથી મોટી વાત એ હતી કે આ આંદોલનનો પ્રભાવ જ એટલો વધુ હતો કે અંગ્રેજ હુકુમત સંપૂર્ણ રીતે હલી ગઈ અને આ આંદોલનને દબાવવા માટે પણ વર્ષભરથી વધુનો સમય લાગ્યો. જૂન 1944માં જ્યારે વિશ્વ યુદ્ધ સમાપ્તિ તરફ હતુ. તો ગાંધીજીને મુક્ત કરવામાં આવ્યા. આ રીતે આંદોલને બ્રિટિશ હુકુમત પર વ્યાપક પ્રભાવ નાખ્યો અને થોડા વર્ષો પછી જ ભારત આઝાદ થયુ. પણ પાકિસ્તાન વિભાજનના કાળા ઈતિહાસ સાથે. 


આ પણ વાંચો :