Last Updated:
સોમવાર, 12 ઑગસ્ટ 2019 (13:02 IST)
તમને આ જાણીને હેરાની થશે કે 15મી ઓઅગ્સ્ટ એટલે કે
સ્વતંત્રતા દિવસ માત્રા ભારતમાં જ નહી પણ વિદેશમાં પણ હિંદુસ્તાનીઓ દ્વારા ધૂમધામથી ઉજવાય છે. ત્યાં પણ ઝંડારોપણ હોય છે, ઝંદા વંદન પછી મિઠાઈઓ વહેચાય છે. તેની સાથે સાથે રાષ્ટ્રભક્તિથી સંકળાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત હોય છે. આ સુંદર અંદાજમાં ત્યાં રહેતા ભારતીયોમાં દેશભક્તિની ભાવના જોવા મળે છે.
ભારત સિવાય પણ એક એવું દેશ છે જ્યાં ભારતનો સ્વતંત્રતા દિવસ એક જલસાના રૂપમાં ઉજવાય છે. અમેરિકાના શિકાગો શહરમાં રહેતી મૂળ રૂપથી કાનપુરના આર્ય નગર નિવાસી સંહિતા અગ્નિહોત્રી જણાવે છે કે શિકાગોમાં ભારતનો સ્વતંત્રતા દિવસ એક તહેવારની રીતે ઉજવાય છે.
શિકાગોમાં ભારતના સ્વતંત્રતા દિવસનો ઉત્સવ જોવા માટે બધા સમુદાયના લોકો કાર્યક્રમ સ્થળ પર આવે છે. ગણમાન્ય માણસ આવીને લોકોને સંબોધિત કરતા સ્વતંત્રતા દિવસના વિશે જણાવે છે અને બધાને શુભકામના આપે છે. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે. બીજા દેશના સ્વતંત્રતા દિવસ હોવા છતાંય અહીં સરકારનો પૂરો સહયોગ મળે છે. શિકાગોમાં રહેતા ભારતીયમાં દેશભક્તિમી ભાવના જોવા લાયક હોય છે. બધા લોકો તન મન ધનથી આ કાર્યક્રમમાં સહયોગ આપે છે.