શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. યોગ
  3. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
Written By

Anulom vilom pranayam- અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાની રીત અને ફાયદા

1. સૌથી પહેલા આસન પર પાલથી મારીને શુદ્ધ અને શાંત જગ્યાએ બેસી જવું.
2. પછી જમણાં હાથના અંગૂઠાથી જમણા નસકોરાંને બંધ કરવું.
3. પછી ડાબી બાજુના નસકોરાંથી શ્વાસ અંદર લેવો.
4. હવે આંગળીઓથી જમણી તરફનો નસકોરો બંધ કરી દેવો.
5. ત્યાર બાદ જમણા નસકોરા પરથી અંગૂઠો હટાવી દેવો અને જમણા નસકોરા મારફતે શ્વાસ બહાર કાઢવો.
6. પછી જમણા નસકોરાથી 4-5 ગણતરી સુધી શ્વાસ અંદર લેવો અને જમણા નસકોરાને બંધ કરીને ડાબા નસકોરાને ખોલીને 8-9 ગણતરી કરતાં શ્વાસ બહાર છોડવો.
7. આ પ્રાણાયમ 5થી 15 મિનિટ સુધી રોજે કરવો.
8. પણ શરૂઆત 5 મિનિટથી કરવી.
 
અનુલોમ વિલોમ પ્રાણાયામના ફાયદા 
1. તેનાથી તાણ અને ચિંતા ઘટે છે અને શાંતિ મળે છે. 
 
2. આ મગજ અને ફેફસાંમાં ઑક્સીજનનો લેવલ વધારે છે. 
 
3. દરરોજ તેને કરવાથી આંખની રોશની વધે છે. 
 
4. તેનાથી લોહીનો પ્રવાહ યોગ્ય બન્યુ રહે છે. 
 
5. અસ્થમા, એલર્જી, સાઈનોસાઈટિસ, ખાંસી શરદી વગેરે રોગોમાં પણ લાભદાયક સિદ્ધ થયુ છે. 
Edited By-Monica Sahu