બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. રૂબરૂ
  4. »
  5. કલાકારો સાથે મુલાકાત
Written By વેબ દુનિયા|

મલ્લિકા સારાભાઈ સાથે એક મુલાકાત

W.DW.D

ગુજરાતની ગાંધીનગર લોકસભાની સીટ હાલમાં ગુજરાતમાં ભારે ચર્ચા અને આકર્ષણનો વિષય બની છે. તેનું કારણ એ કે દેશના ભવિષ્યના પ્રધાનમંત્રી બનવાના પ્રબળ દાવેદાર લાલકૃષ્ણ આડવાણીનું મતદાન ક્ષેત્ર ગાંધીનગર છે, અને તેમની સામે ડો.મલ્લિકા સારાભાઈ અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરી પડકાર ફેંક્યો છે. મલ્લિકા સારાભાઈ સ્વર્ગીય વૈજ્ઞાનિક ડો.વિક્રમ સારાભાઈની સુપુત્રી છે, તેમજ ખ્યાતિપ્રાપ્ત નૃત્યાંગના પણ છે. હવે તેઓ ભાવિ પ્રધાનમંત્રીને કેટલે અંશ સુધી માત આપશે તે વાવની વાત છે. પરંતુ તેમની આડવાણી સામે મેદાન મારવાની શું તૈયારીઓ છે તે જાણી મલ્લિકાની જુબાની...

ગુજરાતમાં અન્ય ઘણી સુરક્ષિત સીટો છે, એને છોડીને આપે આડવાણી સામે બાખડવાનું જ કેમ પસંદ કર્યુ?

હું નહી આડવાણીજી મારા ચૂંટણી ક્ષેત્રમાં ઉભા થયા છે. મારો જન્મ અહી જ થયો છે. 50 વર્ષથી હું અહી કામ કરી રહી છું. સૌથી મોટુ કારણ આ મારી કર્મભૂમિ છે. બીજુ હું માનું છું કે આજે દેશની સ્થિતિ ખુબ જ ખરાબ છે. દેશ કોમવાદ અને જાતિવાદમાં વહેચાઈ ગયો છે જેનું કારણ પણ આડવાણી પોતે છે. હાલમાં એક ખાનખી ચેનલના ‘એવોર્ડ’ સમારંભમાં પોતાની રથયાત્રાને સૌથી મોટી એચીવમેંટ ગણાવી હતી. પણ મારૂ કહેવું છે કે રથ યાત્રા પહેલા આતંકવાદ હતો જ નહી. તેમણે લોહી વહાવ્યુ છે મારે તો લોહી વધારવાનું છે.

આપની લડાઈ આડવાણી સામે છે કે મોદી સામે?

મારી લડાઈ દરેક પાર્ટી સાથે છે. હાલનું રાજકારણ એવુ થઈ ગયુ છે માટે મારે દરેક પાર્ટી સામે લડત આપવાની છે.

આપ પ્રથમવાર લોકસભા ચૂંટણીમાં ઉભા થયા છો આપનો અનુભવ કેવો છે?

મને લાગે છે કે લોકો કંટાળી ગયા છે અને એ પણ એટલી હદ સુધી કે રિજેક્શન અને ડિપ્રેશન છે તે હું સમજી શકી ન હતી કે સુવિધાનો અભાવ આટલો બધો અકળાવનારો હોય છે. આઝાદીના 62 વર્ષ બાદ પણ લોકો પાસે પીવાનું પાણી અને ખોરાકના પ્રશ્નો ખડા છે.

આપ એક મહિલા ઉમેદવાર છો. શું મહિલાઓ સાથે સંકળાયેલ મુદ્દાઓમાં 33 ટકા અનામત પૂર્ણ રીતે મળી છે?

નથી થઈ. સંસદમાં જ્યારે પગાર વધવાની વાત આવે છે ત્યારે પુરૂષોને પાર્ટીલાઈન યાદ આવી જાય છે. પરંતુ જ્યારે મહિલા અનામતનું બીલ આવે છે ત્યારે તેમને તેમનું જેંડર યાદ આવી જાય છે. છેલ્લા દસ વર્ષથી અમે આ મહિલા અનામત બીલ પાસ કરાવવા મથી રહ્યા છીએ.

ગાંધીનગર લોકસભા ક્ષેત્રથી આપને લાગે છે કે આપ જીતી શકશો? શું નેપથ્યમાં કોંગ્રેસ આપને મદદ કરી રહી છે?

જીતવાની આશા તો છે જ. પણ કોંગ્રેસ મને મદદ નથી કરી રહી. મારી સામે કોંગ્રેસે ગાંધીંગર સીટ માટે પ્રસ્તાવે મૂક્યો હતો. પણ મે ના કહી દીધી હતી કારણ કે ત્યાં પણ ભ્રષ્ઠાચાર, અપરાધીકરણ, અને સાંપ્રદાયિકવાદ છે.

જો આપ ચૂંટાઈને આવશો એક સાંસદ તરીકે આપના શું મૂદ્દાઓ રહેશે?

સંસદમાં કહેવાય છે કે સ્થાનિય મુદ્દા રાષ્ટ્રીય મુદ્દા નથી. પરંતુ મારૂ માનવું છે કે મહિલાઓની સુરક્ષા, પર્યાવરણની સમસ્યા, બેરોજગારી રાષ્ટ્રીય મુદ્દા નથી? અરે આતો રાષ્ટ્રીય નહી આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ છે. અને આપણે બધાએ લોકલ અને ગ્લોબલ બનવાની જરૂર છે. કારણે સાંસદ ના કરી શકે તે કોર્પોર્ટેર અને વિધાનસભાનો વિધાયક પોલીસી ડીસીઝન અને એંકાઉંટીબીલીટી લાવી શકે છે.

આપનો આરોપ છે કે નરેન્દ્ર મોદી આપને પરેશાન કરી રહ્યા છે?

હા તેઓ મને હજી પણ પરેશાન કરી રહ્યા છે. ગુજરાતની પોલીસ જે મને ‘ડિચ’ કરી રહી છે,તે ઉપરથી ઓર્ડર કરી રહ્યા છે.