સોમવાર, 8 ડિસેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 8 ડિસેમ્બર 2025 (12:39 IST)

ગુજરાતના આ જીલ્લામાં આવ્યો ભૂકંપનો ઝટકો, રિક્ટર સ્કેલ પર 3.1 રહી અફરાતફરી

ગીર સોમનાથ
Gir Somnath Earthquake News: ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.1 હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ ખાસ કરીને સાસણગીર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સવારે 10.51 વાગ્યે આ ભૂકંપનો અચાનક આભાસ થયો હતો જેના કારણે સ્થાનિકોમાં થોડો ભયનો માહોલ સર્જાયો હતો.
 
સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે, આજે અનુભવાયેલા આ ભૂકંપના આચકા સામાન્ય કરતાં વધુ તીવ્ર લાગ્યા હતા. અનેક લોકોએ ઘરોમાંથી બહાર આવી સુરક્ષિત સ્થળે પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. હાલ સુધી કોઈ જાનહાની કે મોટું નુકસાન થયું હોવાના સમાચાર મળ્યા નથી, પરંતુ લોકોમાં ભૂકંપનો ભય હજી યથાવત્ છે.