બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. રૂબરૂ
  4. »
  5. કલાકારો સાથે મુલાકાત
Written By ભીકા શર્મા|

ટેપા શર્માના પ્રણેતા શર્માજી સાથે મુલાકાત

રૂબરૂમાં આ વખતે મળો પ્રસિધ્ધ હાસ્યકાર ડો. શિવ શર્માને, જે ઉજ્જૈનમાં દરવર્ષે આયોજિત થનારા ટેપા સંમેલનના પ્રણેતા છે. શર્માજી છેલ્લા 38 વર્ષોથી સમાજની મોટી મોટી વ્યક્તિઓ હાસ્યને ટેપા સંમેલનના મંચ પર બોલાવીને તેમની ઉણપો પર હાસ્ય વ્યંગના માધ્મમથી પ્રહાર કરતા આવી રહ્યા છે. વેબદુનિયાના ભીકા શર્માએ તેમની એક ખાસ મુલાકાત કરી... રજુ છે તેમના મુખ્ય અંશ....

તમારા છાત્ર જીવન વિશે કશુંક બતાવો ?

મારી શરૂઆતની શિક્ષા બ્યાવરામાં અને મિડિલ અને હાય શાળા શિક્ષા નરસિંહગઢમાં થઈ. આમ તો મારૂ બાળપણ કંઈ ખાસ નથી રહ્યુ. મને મારૂ બાળપણ કાળુ દેખાય છે અને અમે ઘણા જ અભાવમાં જીવ્યા. તેથી મેં આને યાદ નથી કરતો. જ્યારે હું આઠમામાં ભણતો હતો ત્યારે શાકિર અલી ખાન અને હોમી દાજીના સંપર્કમાં આવીને માર્ક્સવાદી થઈ ગયો. અને ત્યારથી મને વાંચવાનો શોખ લાગી ગયો. દસમા ધોરણમાં સીધો ઉજ્જેન ચાલ્યો આવ્યો. મારુ શરૂઆતથી જ ઉજ્જેન પ્રત્યે આકર્ષણ રહ્યુ છે. એક તરફ કમ્યૂનિસ્ટ પાર્ટી અને બીજી બજુ અહીંની પ્રાચીનતા બંનેએ મને આકર્ષિત કર્યો. અહીંના માધવ કોલેજને મને વિદ્યાર્થીથી લઈને આચાર્યના રૂપમા મેં પૂરા 50 વર્ષ સમર્પિત કર્યા. શરૂઆતથી જ આ કોલેજ સ્વતંત્રતા આંદોલનનું કેન્દ્ર રહ્યુ. અને અહીં મહાન હિન્દી સાહિત્યન વિદ્વાન રહ્યા અને તેમનો પ્રભાવ મારા પર પડ્યો. થોડો સમય પત્રકારિકાની ફરી ઘણા લોકોની મદદથી ટેપા સંમેલનની શરૂઆત કરી જે પ્રક્રિયા 38 વર્ષોથી ચાલુ છે.

આ ટેપા સંમેલન શુ છે ?

મૂખ્યત્વે ગોપાલ પ્રસાદ મિશ્ર દિલ્લીમાં મહામૂર્ખ સંમેલનનુ આયોજન કરતા હતા. પરંતુ અમારી દેશ અશિક્ષાને કારણે લોકો આને મહત્વ નથી આપતા પરંતુ મારું માનવુ છે કે વિશ્વમાં મૂર્ખોનો બહુમત છે. બુધ્ધિમાન લોકો મૂર્ખાઓને કારણે જ ફૂલેફાલે છે. ટેપા એક માલવી શબ્દ છે. જેનો અર્થ થાય છે સીધો સાદો માણસ. ભારતનો કોઈ પણ વ્યંગકાર, સાહિત્યકાર, સંપાદક એવો નથી કે જે મારા સંમેલનમાં આજે વીસ હજાર લોકો ભાગ લે છે. આમાં અમે ઉચ્ચ પદો પર બેસેલા લોકોની વ્યંગાત્મક રૂપે પોલ ખોલીએ છીએ. બસ લોકોને હસાવવું એજ અમારો ઉદ્દેશ્ય હોય છે.

તમે વ્યંગકાર કેવી રીતે બન્યા ?

આમ તો સફળ પ્રોફેસર બનવા માંગતો હતો. એ રીતે કોઈ ખાસ રસ નહોતો તેથી હું વિદ્વાન તો ન બની શક્યો તો વિચારુ કે મૂર્ખાઓનો શિરોમણિ કેમ ન બની જાઉ. માલવામા લોકો વાચનથી વિમુખ થઈ રહ્યા હતા જેથી મેં આ તરફ પ્રયાસ કર્યો અને જ્યારે મારો વ્યંગ છપાવવાનો શરૂ થઈ ગયો તો લોકોએ મને જણાવ્યુ કે આપ તો વ્યંગકાર છો. મારા પિતાજી પણ વ્યંગકાર હતા. તેઓ રાજા-મહારાજાને જોક્સ સંભળાવતા હતા. કદાચ આ વંશાનુગત ગુણ મારામાં આવી ગયા.

તમે યુવા વ્યંગકારોને શુ સંદેશ આપવા માંગશો ?

આમ તો પોતાને કોઈ જૂનો વ્યંગકાર નથી માનતો. પરંતુ આજે તો વ્યંગકારો પાસેથી મને ઘણી આશાઓ છે. વ્યંગ નિરર્થક હાસ્ય નથી હોતુ. કલર્ક, પ્રેમિકા અને પત્નીઓ પર હાસ્ય કરવાને બદલે સમાજની વિકૃતિયો પર વ્યંગ કરાવવાનો ઉદ્દેશ્ય હોવો જોઈએ. વ્યંગ આક્રમણની શૈલી હોય છે. લોકો આજે હાસ્યને વ્યંગ સમજી રહ્યા છે. હાસ્યના માધ્યમથી વ્યંગ કરવો એ જ ઉત્તમ વ્યંગ કરવો કહેવાય છે.

વેબદુનિયા માટે તમે શું સંદેશ આપવા માંગશો ?

હું વેબદુનિયાને શુભેચ્છાઓ આપવા માંગુ છુ. વેબદુનિયા દ્વારા સૌથી પહેલું હિન્દી પોર્ટલ ચાલુ કરવું એ પ્રશંસનીય છે. અને હવે તો આ નવ ભાષાઓમાં પોતાની સેવા આપી રહ્યુ છે. જ્યારે હું લંડન ગયો હતો તો ત્યાંના લોકોએ મને કહ્યુ કે અમે વેબદુનિયાના માધ્યમથી જ ભારતના સમાચાર, સાહિત્ય અને સંસ્કૃતિ સાથે જોડાયેલા છીએ.