ગુરુવાર, 9 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 4 ઑક્ટોબર 2025 (10:54 IST)

અરબી સમુદ્રમાં શક્તિ ચક્રવાતી તોફાન રચાયું, આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ

Cyclone Gujarat
ગુજરાત પરથી હજુ ચોમાસાએ સંપૂર્ણ વિદાય નથી લીધી ત્યાં એક વાવાઝોડું રચાયું છે જે ગુજરાત તરફ આગળ વધે તેવી શક્યતા છે.
 
હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે અરબી સમુદ્રમાં એક વાવાઝોડાનું સર્જન થયું છે અને તે વળાંક લે તો ગુજરાત તરફ આગળ વધી શકે છે, જેના કારણે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો ખતરો છે.
 
છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચોમાસું સક્રિય રહ્યું છે. જૂનાગઢ અને સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ નોંધાયો છે.
 
સાઉથ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ કેટલીક જગ્યાએ વરસાદ થયો છે. ગુરુવારે ગુજરાતમાં રાતના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો ન હતો. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ તાપમાન સામાન્ય કરતા થોડું વધારે નોંધાયું હતું. રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાનમાં વધારો થયો છે.
 
vહાલમાં આ વાવાઝોડું ગુજરાતના દ્વારકાથી લગભગ 360 કિમી પશ્ચિમ દક્ષિણમાં આવેલું છે. શનિવાર સુધીમાં તે તીવ્ર વાવાઝોડામાં ફેરવાઈ જાય તેવી શક્યતા છે. હવે તે ક્યારે લૅન્ડફૉલ કરે છે તેના પર બધો આધાર રહેશે.
 
શુક્રવારે શક્તિ વાવાઝોડું નલિયાથી 360 કિમી દક્ષિણ પશ્ચિમમાં અને પોરબંદરના દરિયાથી 420 કિમી પશ્ચિમમાં આવેલું હતું જ્યારે કરાચીથી તેનું અંતર 360 કિમી હતું.
 
આ સિસ્ટમ આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે છે. પાંચમી ઑક્ટોબરે મધ્ય અરબી સમુદ્રમાં તેની અસર જોવા મળશે તેમ માનવામાં આવે છે.
 
હવામાન વિભાગનું કહેવું છે કે ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્રમાં પરિસ્થિતિ બહુ જ રફ રહેવાની શક્યતા છે. પાંચમી ઑક્ટોબરે ગુજરાત, ઉત્તર મહારાષ્ટ્ર અને પાકિસ્તાનનો દરિયો બહુ તોફાની રહેવાની શક્યતા છે.
 
હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે ચોથી ઑક્ટોબરે વાવાઝોડાની અંદર પવનની ઝડપ વધુમાં વધુ 100થી 125 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે અને પાંચમી ઑક્ટોબરે તેની ઝડપ આટલી જ રહેશે. ત્યાર પછી તેની ઝડપ 90થી 100 કિમી સુધી પહોંચે તેવી શક્યતા છે. સાતમી ઑક્ટોબરે ઝડપ ઘટીને 80 કિમી પ્રતિ કલાક થઈ જશે.
 
 હાલમાં દ્વારકાના દરિયાકાંઠે પવન સાથે ઊંચા-ઊંચા મોજાં ઊછળી રહ્યા છે, તેમજ દરિયામાં તીવ્ર કરંટ જોવા મળી રહ્યો છે. એથી સ્પષ્ટ છે કે, વાવાઝોડાની અસર કિનારાના વિસ્તારોમાં હળવી રીતે પ્રારંભ થઈ ચૂકી છે. આ દરમિયાન માછીમારોને સાતમી ઑક્ટોબર સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવે છે. ખાસ તરીને ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્ર અને આસપાસના વિસ્તારમાં દરિયામાં ન જવાની સલાહ છે.