બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: દેવભૂમિ દ્વારકા. , બુધવાર, 22 જાન્યુઆરી 2025 (13:05 IST)

VIDEO: દેવભૂમિ દ્વારકામાંથી અતિક્રમણમાંથી મુક્ત કરાવ્યા 7 ટાપૂ, હટાવ્યા 36 ધાર્મિક અને વ્યવસાયિક નિર્માણ

dwarka
dwarka
ગુજરાતના દેવભૂમિ દ્વારકા જીલ્લાના સમુદ્રી ક્ષેત્રમાં આવેલા 21 નિર્જન ટાપુઓમાંથી 7 ટાપુઓને ગેરકાયદેસર કબજામાંથી મુક્ત કરાવી દેવામાં આવ્યા છે. રિપોર્ટ્સ મુજબ આ મહત્વપૂર્ણ પગલા પોલીસ અને વન વિભાગના સંયુક્ત પ્રયાસોથી ઉઠાવવામાં આવ્યા છે. આ ટાપુઓમા ખારા ચુસણા, મીઠા ચુસણા, આશાબા, ઘોરોયો, સામયાણી અને ભૈદરનો સમાવેશ છે. જ્ય કુલ 36 ધાર્મિક અને વ્યવસાયિક નિર્માણોને હટાવવામાં આવ્યા. ખારા ચુસણા અને મીઠા ચુસણા પર વિશેષ રૂપથી 15 અતિક્રમણને સંપૂર્ણ રીતે ધ્વસ્ત કરવામાં આવ્યા છે. 
 
અનેક એકર જમીન અતિક્રમણથી થઈ મુક્ત 
ઉલ્લેખનીય છે કે આ કાર્યવાહી ભારતની સમુદ્રી સુરક્ષાને ધ્યાનમાં રાખતા કરવામાં આવી છે. કારણ કે આ ટાપુ સુરક્ષાની દ્રષ્ટિથી અત્યાધિક મહત્વપૂર્ણ છે. અધિકારીઓ દ્વારા બતાવવામાં આવે આ ટાપુયો પર ગેરકાયદેસર નિર્માણ કોણે અને કેવી રીતે કર્યુ  હતુ તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ અને વન વિભાગ હવે આ મામલે સખત કાર્યવાહીની તૈયારી કરી રહી છે. દેવભૂમિ દ્વારકા જીલ્લામાં છેલ્લા અનેક મહિનાઓથી અતિક્રમણ વિરુદ્ધ  કાર્યવાહી કરવામાં આવી રહી છે અને અત્યાર સુધી અનેક એકર જમીનને ગેરકાયદેસર બાંધકામમાંથી મુક્ત કરાવવામાં આવી ચુકી છે. 

 
બેટ દ્વારકામાં થોડા દિવસ પહેલા જ થઈ હતી કાર્યવાહી 
બેટ દ્વારકામાં થોડા દિવસ પહેલા જ કોસ્ટલ એરિયામાં ગેરકાયદેસર નિર્માણ વિરુદ્ધ સરકારે બુલડોઝર  ચલાવ્યુ હતુ. અહી 50 રેસિડેંશિયલ અને કોમર્શિયલ નિર્માણ તોડવામાં આવ્યા હતા. ખાસ વાત એ છે કે આ વિસ્તારમાં પહેલીવાર 2002 માં બુલડોઝર એક્શન થઈ હતી. સર્વે પછી એકવાર ફરી સરકાર હરકતમાં આવી ગઈ. ગેરકાયદેસર નિર્માણ દ્વારા અહીથી અનેક પ્રકારની ગેરકાયદેસર ગતિવિધિઓને પણ અંજામ આપવામાં આવી રહ્યો હતો. તસ્કરીથી લઈને તમામ પ્રકારના અપરાધોના કારણે આ વિસ્તારે સરકારની નાકમાં દમ કરી નાખ્યો હતો.