રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. રૂબરૂ
  4. »
  5. કલાકારો સાથે મુલાકાત
Written By વેબ દુનિયા|

ભવરલાલ જૈન સાથે મુલાકાત

જૈન ઈરિગેશન સ્ટીમ્સ લિમિટેડ ખેતી ક્ષેત્રની એક મહત્વની કંપની છે. લગભગ 2200 કરોડ રૂપિયાની આ કંપની 22 ઉત્પાદન એકમોની સાથે વિશ્વના 150 દેશોને પોતાની સેવાઓ પ્રદાન કરે છે. માઈક્રો ઈરિગેશનના ક્ષેત્રમાં આજે આ કંપનીનુ વિશ્વમાં બીજુ સ્થાન છે. વેબદુનિયા ચેનલ માટે આ કંપનીના સંસ્થાપક અને અધ્યક્ષ ભવરલાલ જૈન (ભાઉ)ની સાથે ડો. ઉષા શર્માને ખાસ વાતચીત.

પ્રશ્ન - 7000 રૂપિયાની નાનકડી મૂડીથી શરૂઆત કરેલ આ વ્યવસાયમા તમને કંઈ કંઈ મુસીબતોનો સામનો કરવો પડ્યો ? સંઘર્ષથી ઉત્કર્ષ સુધીના તમારી આ યાત્રા વિશે તમે શુ કહેવા માંગશો ?

ઉત્તર - મનુષ્યને ઈચ્છા હોય તો તે કંઈ પણ કરી લે. જ્યારે તેને સંપત્તિ મળે છે તો તે પોતાનુ અતીત ભૂલીને હવામાં ઉડવા લાગે છે. અને આવુ કરવાથી ધીરે ધીરે તેનો વિકાસ રોકાય જાય છે. હું મારી જાતને ભાગ્યશાળી માનુ છુ કારણકે મેં યશની સાથે અપયશને સમાનતાથી સ્વીકાર્યો છે. આનાથી જ મનુષ્ય મહાન પણ બને છે. મનમોહન અને ચિંદબરમે પણ આવુ જ કર્યુ. આજે હું પણ એમનુ જ અનુકરણ કરુ છુ.

સપના જોવા કોઈ ખોટી વાત નથી, હું પણ પોતાના વ્યવસાયથી સંબંધિત ઉન્નતિના સપના જોઉં છુ. મેં દરેક ક્ષેત્રમાં મારો હાથ અજમાવ્યો પછી ભલે તે હાર્ડવેયર, સોફ્ટવેયર, બેંકિંગ, માઈંસ કે જાહેરાત કેમ ન હોય. તે દરમિયાન ઈક્વિટીનુ વાતાવરણ પણ બદલાય ગયુ. આઈ.ટી અને ટેલીકોમ્યુનિકેશને મેં લીડરશીપ નથી આપી શક્યો. આ કારણે મારા ઘણા શેર હોલ્ડર, સપ્લાયર વગેરેને આથિક સંકટનો સામનો કરવો પડ્યો. આ આર્થિક સંકટની જવાબદરી મેં પોતે જ લેતા એક જાહેર સૂચનાના માધ્યમથી સૌની માફી માંગી. તમે જોશો કે એ વખતે મારા ઈરિગેશનનો શેર 9 રૂપિયા થઈ ગયો હતો, પછી વધીને 700 રૂપિયા થઈ ગયો. આજે આ 450 પર સ્થિર છે. સખત મહેનત કે દ્રઢ ઈચ્છાશક્તિની મદદથી જ અમે એ સંકટથી ઉગરીને સામાન્ય દિવસોમાં આવી ગયા.

પ્રશ્ન - સમાજસેવામાં પણ તમારી રુચિ છે. તમારા દ્વારા શરૂઆત કરવામાં આવેલ 'અનુભૂતિ નિવાસી' શિક્ષણ સંસ્થા કેવી રીતે ભાવિ નાગરિકોનુ નિર્માણ કરી શકશે ?

ઉત્તર - આજકાલ કોર્પોરેટ જગતમાં એક નવી વસ્તુ ઉભરીને સામે આવી છે, જેને તેઓ સામાજિક ઉત્તરદાયિત્વના રૂપમાં જુએ છે. દરેક આ વિશે કહે છે. મારું આ વિશે માનવું છે કે જો તમે સામાજિક ઉત્તરદાયિત્વને કર્તવ્ય સમજીને કરશે તો આ ઠીક નથી. સમજ આપણી અનિવાર્યતા છે. સમજ અને કુંટુંબ વગર આપણે જીવી નથી શકતા. આ અમારા નિત્ય વ્યવહારનુ એક અનિવાર્ય અંગ છે. જ્યારે તમારી પાસે ધન-દોલત આવી જય તો તમે સામાજિક કાર્ય ન્યૂઝ કટિંગ અને સમૃધ્ધિ મેળવવા માટે કરો છો, તમારી જવાબદારી સમજીને નહી. જે રીતે આપણે આપણા બાળકો અને કુટુંબની જવાબદારી ઉઠાવીએ છીએ તે જ રીતે આપણે સમાજની પણ જવાબદરી ઉઠાવીએ. સરકાર પણ હવે આ જવાબદારીમાંથી મુક્ત થવા માંગે છે તેથી આ કામ માટે દરેક કંપનીએ આગળ આવવુ જોઈએ.

સમાજસેવા નફો કે પબ્લિસીટી મેળવવા માટે નહી પરંતુ સમાજના માટે સેવા સમજીને કરવી જોઈએ. મેં 25-26 વર્ષની વયથી જ સમાજસેવામાં રસ લેવાનું શરૂ કરી દીધુ હતુ. ધર્મ અને સમાજના નામ પર મેં ઘણા કાર્ય કર્યા.

મારી સૌથી મોટી ઉપલબ્ધિ કે એવી રેસીડેંસી શાળાની સ્થાપના કરવાની હતી, જેમા વિદ્યાર્થીઓને શિક્ષાની સાથે સાથે સંસ્કાર મળે. મારુ આ સ્વપ્ન 'અનુભૂતિ નિવાસી' શિક્ષણ સંસ્થાના માધ્યમથી સાકાર થયુ. આમાંથી ભણીને નીકળેલો દરેક વિદ્યાર્થી શિક્ષિત અને સંસ્કારવાન નાગરિક બનશે. હવે હું નિર્ધન વિદ્યાર્થીઓ માટે પણ એક શિક્ષણ સંસ્થા શરૂ કરવા માંગુ છુ.

પ્રશ્ન -રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલન હાથે 'પદ્મશ્રી'થી સન્માનિત થયા ત્યારે તમે શુ અનુભવ્યુ ?

ઉત્તર - ભલે સરકારે મને સન્માન યોગ્ય સમજ્યો હોય પરંતુ હું આજે પણ નથી માનતો કે હું આ સન્માનને યોગ્ય છુ. આ સન્માન મારુ નહી પરંતુ એ કાર્યનુ છે જે મેં ખેતી ક્ષેત્રમાં કરી રહ્યો છુ. આને હું મારુ નહી પરંતુ ખેતી દેવતા અને ખેડૂતનુ સન્માન સમજુ છુ. ખેડૂત પરિશ્રમની નિશાની છે અને હું એમને જ આ સન્માન અર્પિત કરુ છુ.