શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2019
Written By
Last Modified: ગુરુવાર, 9 મે 2019 (10:44 IST)

IPL 2019: રન આઉટથી બચવા માટે વિકેટ સામે આવી ગયા અમિત મિશ્રા, પછી થયુ કંઈક આવુ.. જુઓ VIDEO

રન આઉટથી બચવા માટે વિકેટ સામે આવી ગયા અમિત મિશ્રા. ઓપનર બેટ્સમેન પૃથ્વી શૉની હાફ સેંચુરી અને ઋષભ પંતની તોફાની રમતથી દિલ્હી કૈપિટલ્સએ ઈંડિયન પ્રીમિયર લીગના ખૂબ જ રોમાંચક એલિમિને
ટરમાં બુધવારે અહી સનરાઈઝર્સ હૈદરાબાદને બે વિકેટથી હરાવીને ટૂર્નામેંટમાંથી બહાર કર્યા. સનરાઈઝર્સના 163 રનના લક્ષ્યને પાછળ કરતા દિલ્હીની ટીમે પૃથ્વી (56) અને પંત (49) ની રમતને કારણે 19.5 ઓવરમા આથ વિકેટ પર 165 રન બનાવીને જીત નોંધાવી. પૃથ્વીએ 38 બોલનો સામનો કરતા છ ચોક્કા અને બે છક્કા માર્યા. જ્યારે કે પંતની 21 બોલની રમતમાં પાંચ છક્કા ને બે ચોક્કાનો સમાવેશ રહ્યો. 
 
મેચમાં કંઈક  એવુ થયુ જેને દરેક કોઈને આશ્ચર્યમાં નાખી દીહ્દા. અંતિમ ઓવરમાં અમિત મિશ્રાને ઓબ્સ્ટ્રક્શન ધ ફિલ્ડને કારણે આઉટ થઈ ગયો. ખલીલ અહમદે અપીલ કરી અને થર્ડ અમ્પાયરે આઉટ કર્યો. રન ભાગતા તે વિકેટ સામે આવી ગયા હતા. ડીઆરએસ લીધા પછી તે આઉટ જાહેર થયા. 
 
ક્રિકેટના નિયમ 37 મુજબ, કોઈ બેટ્સમેન રન દોડતી વખતે ફિલ્ડરને તેના બેટ કે શરીરના હિસ્સા વડે વિધ્ન નાંખે તો આઉટ જાહેર કરવામાં આવે છે. ક્રિકેટના નિયમો બનાવતી સંસ્થા MCCએ આ કાનૂન બનાવ્યો હતો.
 
દિલ્હીને હૈદરાબાદ સામે જીતવા માટે 3 બોલ પર 2 રનની જરૂર હતી. ખલીલ અહમદ બોલિંગ કરતો હતો. અહમદે ફેંકલા ચોથા બોલ પર અમિત મિશ્રા શૉટ ફટકારી શક્યો નહોતો અને બોલ વિકેટકિપર રિદ્ધિમાન સાહા પાસે ગયો હતો. તેણે કિમો પોલને રનઆઉટ કરવા બોલ સ્ટંપ તરફ ફેંક્યો હતો. બોલ સ્ટંપમાં લાગવાના બદલે ખલીલ પાસે પહોંચ્યો હતો. જે બાદ ખલીલે નોન સ્ટ્રાઇકર એન્ડ પર થ્રો કર્યો હતો પરંતુ મિશ્રા બોલની વચ્ચે આવી ગયો હતો. જે બાદ સનરાઇઝર્સે રિવ્યૂ લીધો હતો અને તેમાં તે આઉટ જાહેર થયો હતો. આ મેચની સૌથી મોટી કોંટ્રોવર્સી સાબિત થઈ.  પણ બીજી જ બોલ પ કીમો પૉલે ચોક્કો મારીને દિલ્હીને એલિમિનેટરમાં પહોંચાડી દીધુ. ફાઈનલમાં સ્થાન બનાવવા માટે હવે બીજા ક્વાલીફાયરમાં 10 મેના રોજ દિલ્હીની ભીડત ચેન્નઈ સુપરકિંગ્સ સાથે થશે.  આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ શેયર કરવામાં આવી રહી છે અને લોકો અનેક કમેંટ્સ કરી રહ્યા છે.