1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2020
Written By
Last Modified: સોમવાર, 21 સપ્ટેમ્બર 2020 (14:15 IST)

IPL 2020,SRH vs RCB: આઈપીએલમાં આજે બેંગ્લોર વિરુદ્ધ હૈદરાબાદ, જાણો કોણ છે બંનેના ટીમના પ્લેઈંગ ઈલેવન

IPL 2020,SRH vs RCB match preview , virat kohli, david warner: યુએઈમાં આયોજીત ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના આજે વિરાટ કોહલીનો રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી)નો સામનો   ડેવિડ વોર્નરની સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ) સાથે થશે . આરસીબીના કેપ્ટન વિરાટ કોહલી પાસે સનરાઇઝર્સના કેપ્ટન ડેવિડ વોર્નર સાથે 2016 ની ફાઈનલનો હારનો બદલો લેવાની તક છે. ત્યારે  વોર્નરે કોહલીને 8 રને હરાવીને બીજી વખત ટાઇટલ જીત્યું હતું. ગત સીઝનમાં, આરસીબી સૌથી નીચલા 8 મા સ્થાને રહી હતી. જ્યારે કે હૈદરાબાદ એલિમિનેટર સુધી પહોંચ્યું હતું. હૈદરાબાદ અત્યાર સુધીમાં એક વખત આ ટાઇટલ જીત્યું છે, જ્યારે કોહલી છેલ્લા 12 પ્રયત્નોમાં ટીમને એક પણ ટાઇટલ અપાવી શક્યો નથી. ઉલ્લેખનીય છે કે  બેંગ્લોર ટીમમાં કોહલી, એબી ડી વિલિયર્સ સહિત ઘણા વિસ્ફોટક બેટ્સમેન છે. વાંચો - મેચને લગતા દરેક અપડેટ
 
 
સનરાઇઝર્સ હૈદરાબાદ: ડેવિડ વોર્નર (કેપ્ટન), જોની બેરસ્ટો (વિકેટકીપર), મનીષ પાંડે, વિરાટ સિંહ, વિજય શંકર, અબ્દુલ સમાદ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહેમદ, સંદીપ શર્મા
 
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: એરોન ફિંચ, દેવદત્ત પદિકલ, વિરાટ કોહલી (કેપ્ટન), એબી ડી વિલિયર્સ (વિકેટકીપર), ગુરકીરતસિંહ માન, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, ક્રિસ મોરિસ, ડેન સ્ટેઇન, નવદીપ સૈની, યુઝવેન્દ્ર ચહલ