ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2021
Written By
Last Modified: શુક્રવાર, 8 ઑક્ટોબર 2021 (19:13 IST)

IPL 2021 - ગર્લફ્રેંડને પ્રપોઝ કરી હોટલ પહોંચ્યા દીપક ચાહર પર થયો 'કેક અટેક', ધોની-રૈનાએ કર્યો હલ્લા બોલ

ચેન્નઈ સુપર કિંગ્સના ઝડપી બોલર દીપક ચાહરે ગુરૂવારે પંજાબ કિંગ્સના વિરુદ્ધ મેચ પછી પોતાની ગર્લફ્રેંડને પ્રપોઝ કર્યુ. દીપક ચાહરે પોતાની ગર્લફેંડ જયા ભારદ્વાજને સ્ટેંડ્સમાં લાઈવ ટીવી પર પ્રપોઝ કર્યુ.  આ વીડિયો અને પલ દરેક કોઈ માટે ખાસ રહ્યુ અને સોશિયલ મીડિયા પર તેની ધૂમ મચી રહી છે. મેચ પછી દીપક-જયાએ CSK  સાથે સ્પેશ્યલ સેલીબ્રેશન કર્યુ. 

 
પણ મેચ પછી ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે પોતાની હોટલમાં પરત પહોંચી તો તેમનુ હોટલની ટીમે જોરદાર સ્વાગત કર્યુ. ભલે ચેન્નઈ સુપર કિંગ્સ મેચ હારી ગઈ, પણ દીપક ચાહર અને જયા ભારદ્વારની નવી  જઓડીનુ ધમાકેદાર સ્વાગત કરવામાં આવ્યુ. 
 
દીપક-જયાની જોડીએ હોટલ પહોંચીને કેક કાપ્યો, પણ ત્યારબાદ જે થયુ તેનો અંદાજ દીપક ચાહરને પણ નહી થયો હોય.  ચેન્નઈ સુપર કિંગ્સના સાથી ખેલાડીઓએ દીપક પર કેકનો વરસાદ કર્યો, ડ્રિંક્સ  તેમના પર નાખ્યુ.