સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2021
Written By
Last Updated : શનિવાર, 2 ઑક્ટોબર 2021 (01:14 IST)

IPL 2021 : વેંકટેશ ઐય્યર પર ભારે પડી કેએલ રાહુલની ઈનિંગ, પંજાબની જીતથી કોલકાતાને લાગ્યો ઝટકો

કેપ્ટન કેએલ રાહુલ (67) ની લડાયક ઇનિંગ્સને કારણે પંજાબ કિંગ્સે શુક્રવારે IPL 2021 (IPL 2021) માં રમાયેલી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સને પાંચ વિકેટે હરાવ્યો હતો. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ સાત વિકેટના નુકસાન પર 165 રન બનાવ્યા હતા.. પંજાબે આ લક્ષ્યાંક 19.3 ઓવરમાં પાંચ વિકેટના નુકસાન પર હાંસલ કરી લીધો હતો. કોલકાતા માટે તેના ઓપનર વેંકટેશ અય્યરે 67 રન બનાવ્યા હતા, પરંતુ તેની ઈનિંગ રાહુલની ઈનિંગથી છવાઈ ગઈ હતી. કોલકાતાની હારથી દિલ્હી કેપિટલ્સને ફાયદો થયો છે અને તે પ્લેઓફ માટે ક્વોલિફાય કરનાર બીજી ટીમ બની છે. પંજાબે પણ તેમની પ્લેઓફની આશા જીવંત રાખી છે 

 
 
-3 ઓવર બાદ KKRનો સ્કોર એક વિકેટના નુકશાન પર 23 રન છે. રાહુલ ત્રિપાઠી 4 રન બનાવીને રમી રહ્યા છે અને વેંકટેશ અય્યર 10 રન બનાવી રમી રહ્યા છે. રાહુલ યુએઈ લેગમાં સારા ફોર્મમાં જોવા મળ્યા છે અને ટીમ આજે ફરી એક વખત તેમના મજબૂત પ્રદર્શનની આશા કરશે. 
-  2.2 ઓવરમાં અર્શદીપ સિંહની બોલ પર શુભમન ગિલ ક્લીન બોલ્ડ,  ગિલ 7 બોલનો સામનો કર્યા બાદ માત્ર 7 રન જ બનાવી શક્યા. પંજાબ કિંગ્સ માટે પ્રથમ સફળતા. રાહુલ ત્રિપાઠી નવા બેટ્સમેન તરીકે ક્રિઝ પર આવ્યા છે.