1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2021
Written By
Last Updated : સોમવાર, 27 સપ્ટેમ્બર 2021 (23:17 IST)

IPL 2021, SRH vs RR: જેસન રોય અને વિલિયમ્સનની શાનદાર રમત, હૈદરાબાદે રાજસ્થાને 7 વિકેટથી હરાવ્યુ

ઈંડિયન પ્રીમિયર લીગના 14મી સીજનના 40મા મુકાબલામાં સનરાઈઝર્સ હૈદારાબાદે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવી દીધુ. દુબઈ ઈંટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલ આ મેચમાં હૈદરાબાદે રાજસ્થાન તરફથી મળેલા 165 રનનુ લક્ષ્ય ત્રણ વિકેટ ગુમાવીને નવ બોલ બાકી રહેતા મેળવી લીધુ.  હૈદરાબાદ તરફથી જેસન રૉય એ 60, કપ્તાન કેન વિલિયમ્સને અણનમ 51, રિદ્ધિમાન સાહાએ 18 અને અભિષેક શર્માએ અણનમ 21 રન બનાવ્યા. રાજસ્થાન તરફથી મુસ્તાફિજુર રહેમાન, મહિપાલ લોમરોર અને ચેતન સકરિયાએ એક એક વિકેટ લીધી. હૈદરાબાદની 10 મેચોમાં આ બીજી જીત છે. અને તે ચાર અં સાથે સૌથી નીચે આઠમાં નંબર પર છે. રાજસ્થાનને 10 મેચોમાં છઠ્ઠી હારનો સામનો કરવો પડ્યો છે. ટીમના ખાતામાં 8 અંક છે અને તે છઠ્ઠા નંબર પર છે.

 

- ચેતન સાકરીયાએ જેસન રોયને વિકેટકીપર સંજુ સેમસનના હાથે કેચ કરાવીને હૈદરાબાદને બીજો ફટકો આપ્યો હતો. રોયે 42 બોલમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 60 રન બનાવ્યા હતા. 12 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર બે વિકેટે 114 છે.
- જેસન રોય 36 બોલમાં પોતાની અર્ધશતક પૂરી કરી છે. હૈદરાબાદે 100 રનનો આંકડા પર કરી લીધો છે.  11 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર માત્ર એક વિકેટે પર 111 છે.
- 10 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર એક વિકેટ પર  90 રન છે. કેન વિલિયમસન 22 રન અને જેસન રોય 41 રન પર રમી રહ્યા છે.
- 9 ઓવર બાદ જેસન રોય અને વિલિયમ્સનની જોડીએ હૈદરાબાદના સ્કોર બોર્ડ પર 81 રન બનાવ્યા છે અને ટીમે સાહાની એકમાત્ર વિકેટ ગુમાવી છે. રોય 40 અને વિલિયમસન 14 રન.


11:16 PM, 27th Sep
- ઇન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનની 40 મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવ્યું. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં હૈદરાબાદે રાજસ્થાન તરફથી મળેલ 165 રનનો ટાર્ગેટ નવ બોલ બાકી રહેતા ત્રણ વિકેટના નુકશાન પર મેળવી લીધો