ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2021
Written By
Last Updated : ગુરુવાર, 29 એપ્રિલ 2021 (19:48 IST)

LIVE IPL 2021, MI vs RR - ડિકૉક-ક્રુણાલના દમ પર મુંબઈએ રાજસ્થાનને 7 વિકેટથી હરાવ્યુ

ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2021ના 24મા મુકાબલામાં મુંબઈ ઈંડિયંસનો સામનો રાજસ્થાન રોયલ્સ સાથે થઈ રહ્યો છે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાય રહી છે. 172 રનના લક્ષ્યનો પીછો કરતા મુંબઈની શરૂઆત સારી રહી છે અને ટીમે 3 વિકેટ ગુમાવીને 150ના નિકટ રન બનાવી લીધા છે. આ સમય ક્વિંટન ડિકૉક અને કીરોન પોલાર્ડની જોડી ક્રીઝ પર છે.  છેલ્લી ઓવરમાં, કીરોન પોલાર્ડે તોફાની બેટિંગ કરીને મુંબઇ માટે માત્ર 8 દડામાં 16 રન બનાવ્યા. બોલિંગમાં ક્રિસ મૌરીસે રાજસ્થાન તરફથી બે વિકેટ ઝડપી હતી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન જોસ બટલર 41 અને કેપ્ટન સંજુ સેમસન દ્વારા 41 રનની ઇનિંગ્સને આભારી 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 171 રન બનાવ્યા હતા. મુંબઈની આ સિઝનની ત્રીજી જીત છે.
 
 
- 7.4 બટલર ઓવરમાં રાહુલ ચાહરની બોલ પર મોટો શોટ મારવાના ચક્કરમાં જોસ બટલર સ્ટમ્પ થઈ ગયા. બટલર 32 બોલનો સામનો કર્યા બાદ 41 રનની શાનદાર ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યા. બટલરેઆ પહેલાની ઓવરમાં આવી જ શાનદાર સિક્સર લગાવી હતી અને આવો બીજો શોટ લગાવવાના ચક્કરમાં આઉટ થયા. 
- 5 ઓવર પછી રાજસ્થાન રોયલ્સનો સ્કોર 33/0, જોસ બટલર 25 અને યશસ્વી 8 રન બનાવીને રમી રહ્યા છે. જયંત યાદવની પહેલી ઓવરમાં બટલરે એક ચોક્કો અને લાંબી સિક્સર ફટકારતા કુલ 13 રન બનાવ્યા.
- રાજસ્થાન તરફથી દાવની શરૂઆત કરવા માટે જોસ બટલર અને યશસ્વીની ઓપનિંગ જોડી મેદાન પર ઉતરી છે. 
- મુંબઈ ઈન્ડિયન્સના કપ્તાન રોહિત શર્માએ ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો 

07:47 PM, 29th Apr
- મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવ્યુ. પોલાર્ડે શાનદાર ચોક્કો મારીને મુંબઈને વિજય અપાવ્યો. પોલાર્ડ 16 અને ડિકોક 70 રન બનાવી અણનમ રહ્યા હતા 

07:43 PM, 29th Apr
- મુંબઈ ઈંડિયંસે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવ્યુ 

05:25 PM, 29th Apr
-  20 ઓવરમાં  રાજસ્થાન રોયલ્સે 4 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા છે. આ મેચ જીતવા માટે મુંબઈને 172 રન બનાવવા પડશે. નાથન કુલ્ટર નાઇલની અંતિમ ઓવરથી મિલર અને રિયાન પરાગે 12 રન લીધા. 171 એક સન્માનજનક સ્કોર કહી શકાય 
 

04:42 PM, 29th Apr
- 14 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર 113/2, સંજુ સેમસન 23 અને શિવમ દુબે 15 રન બનાવીને રમી રહ્યા છે. રાહુલ ચાહરે પોતાની ચાર ઓવરમાં 33 રન આપીને બે મોટી વિકેટ ઝડપી. સૈમસન અને દુબેએ હવે અહીંથી સ્પીડમાં રન બનાવવાની જરૂર છે.