1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2021
Written By
Last Updated : ગુરુવાર, 22 એપ્રિલ 2021 (23:20 IST)

IPL 2021, RCB vs RR:રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ અણનમ સદી મારીને દેવદત્ત પડિક્કલે અપાવી 10 વિકેટથી જીત

ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2021ના 16મી મેચમાં આજે રોયલ ચૈલેજર્સ બેંગલોર (આરસીબી) રાજસ્થાન રૉયલ્સને 10 વિકેટથી હરાવી દીધુ છે. રાજસ્થાનના શિવમ દુબે અને રાહુલ તેવતિયાની શાનદાર રમતના દમ પર બેંગલોરને 178 રનનુ લક્ષ્ય આપ્યુ હતુ. આરસીબીએ આ લક્ષ્યને કપ્તાન વિરાત અને દેવદત્ત પડિક્કલના શાનદાર રમતના દમ પર વિકેટ ગુમાવ્યા વગર જ મેળવી લીધુ. આ દરમિયાન વિરાટ કોહલી 72 અને દેવદત્ત પડિક્કલ 101 રન બનાવીને અણનમ રહ્યા. 

 
- ઝડપી બોલર મોહમ્મદ સિરાજે ટીમને મોટી સફળતા અપાવતા જોસ બટલર પેવેલિયન મોકલ્યા છે તેમનો આ દાવમાં બે ચોક્કાનો સમાવેશ છે. 
- રાજસ્થાન રોયલ્સની દાવ શરૂ થઈ ગયો છે. હાલ મનન વોરા અને જોસ બટલરની જોડી ક્રીઝ પર છે. 

 
- રાજસ્થાન ટીમે 150 રન પુરા કરી લીધા છે. આ દરમિયાન રાહુલ તેવતિયા 17 બોલ પર 28 રન બનાવીને રમી રહ્યા છે.  
- એકલાના દમ પર ટીમને સંકટમાંથી કાઢનારા શિવમ દુબે કેરિયરની બેસ્ટ આઈપીએલ રમત રમીને આઉટ થઈ ગયા છે. તેમણે કેન રિચર્ડસનને પેવેલિયન મોકલ્યો. ટીમનો સ્કોર 133-6 છે. 
 
- હર્ષલ પટેલે ટીમને પાંચમી સફળતા અપાવતતા રિયાન પરાગને આઉટ કર્યો. રાજસથાનની તરફથી નવા બેટ્સમેન રાહુલ તેવતિયા છે. 
- રાજસ્થાન ટીમે 13મી ઓવરમાં 100 રન પુરા થઈ ગયા. ટીમને અહી સુધી લાવવામાં શિવમ દુબે અને રિયાન પરાગે મુખ્ય ભૂમિકા ભજવી છે. આરસીબીના બોલિંગની નજરે આ સમય આ ભાગીદારી તોડવા પર છે. 

 
- બેંગ્લોરએ રાજસ્થાન તરફથી મળેલ  178 રનનો લક્ષ્યાંક 17 મી ઓવરમાં હાંસલ કર્યો છે. આ દરમિયાન ટીમે એક પણ વિકેટ ગુમાવી નથી. વિરાટ કોહલી 72 અને દેવદત્ત પાદિકલ 101 રન બનાવીને અણનમ રહ્યો.
- આરસીબીના 150 રન પુરા થઈ ગયા છે. 14 ઓવર પછી ટીમનો સ્કોર કોઈપણ નુકશાન વગર 159 રન છે. આ દરમિયાન વિરાટ કોહલી 67 અને દેવદત્ત પડિક્કલ 90 રન બનાવીને રમી રહ્યા છે. 
- દેવદત્ત પૌડિકલ બાદ વિરાટ કોહલીએ પણ પોતાના ફિફ્ટી રન પૂરા કર્યા. . ટીમ અહીંથી એકપક્ષી જીત તરફ આગળ વધી રહી છે.
- 12 ઓવર પછી બેંગ્લોરનો કોઇ નુકસાન થયા બાદ 129 રનનો સ્કોર થયો હતો. પદ્િકલ બાદ હવે વિરાટ તેની ફિફ્ટીની ખૂબ નજીક છે.