ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2022
Written By
Last Updated : બુધવાર, 9 ફેબ્રુઆરી 2022 (17:08 IST)

IPL 2022: અમદાવાદ ફ્રેંચાઈજીએ કર્યુ ટીમના નામનુ એલાન, જાણો શુ છે નામ

આઈપીએલ-2022 (IPL 2022)માં બે નવી ટીમો રમતી જોઈ શકાશે. તેમાથી એક ટીમ લખનૌ સુપર જાએંટ્સ છે (Lucknow Supergiants)જ્યારે કે એક અન્ય ટીમ અમદાવાદ (Ahmedabad franchise)ની છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા સમાચાર મુજબ અમદાવાદે સોમવારે પોતાના ટીમના નામનુ એલાન કર્યુ છે અને નામ મુકયુ છે અમદાવાદ ટાઈટંસ. અમદાવાદે પોતાની ટીમના કપ્તાન હાર્દિક પડ્યાને બનાવ્યા છે. તો બીજી બાજુ શુભમન ગિલને આ ટીમ પોતાની સાથે જોડ્યો છે. કોચિંગ સ્ટાફમાં આશીષ નેહરા અને ગૈરી કર્સ્ટનનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

 
અફગાનિસ્તાનના લેગ સ્પિનર પણ જોડાયા 
 
હાર્દિક ગિલ ઉપરાંત આ ટીમે અફઘાનિસ્તાનના લેગ સ્પિનર ​​રાશિદ ખાનને પોતાની સાથે જોડ્યો છે. રાશિદ અત્યાર સુધી સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રમી રહ્યો હતો અને તેણે 2016માં આ ટીમ સાથે ખિતાબ પણ જીત્યો હતો. . આ નવી ટીમે રાશિદ માટે 15 કરોડ રૂપિયા આપ્યા છે. ટીમે હાર્દિક માટે પણ 15 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. ગિલને 8 કરોડ રૂપિયા મળ્યા છે. અગાઉ પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ અને ગિલ KKR તરફથી રમતા હતા.
 
ગ્રીન સિગ્નલ મળવામાં અવરોધ
 
જોકે આ ટીમને બીસીસીઆઈ તરફથી લીલી ઝંડી મેળવવામાં ઘણ અવરોધોનો સામનો કરવો પડ્યો હતો. આ ટીમ CVC કેપિટલ્સની માલિકીની છે. આ કંપનીના વિદેશમાં સટ્ટાબાજીની કંપનીઓ સાથેના સંબંધોની ચર્ચા હતી. બીસીસીઆઈએ પણ આ અંગે તપાસના આદેશ આપ્યા હતા અને સંપૂર્ણ સંતુષ્ટ થયા બાદ જ આ ટીમને અંતિમ મંજૂરી આપી હતી.