1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2022
Written By
Last Modified: મુંબઈ. , બુધવાર, 20 એપ્રિલ 2022 (22:48 IST)

IPL 2022: દિલ્હી કૈપિટલ્સે કોરોનાના ભય વચ્ચે પંજાબને હરાવ્યુ, ડેવિડ વોર્નરની હાફ સેંચુરી

Delhi Capitals
દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)એ  IPL 2022ની 32મી મેચમાં પંજાબ કિંગ્સને ધૂળ ચટાડી. મેચ પહેલા દિલ્હીના કેમ્પમાં કોરોનાના કેસો સામે આવ્યા હતા. પરંતુ ટીમે તેને પાછળ છોડીને શાનદાર જીત નોંધાવી. ટીમે પંજાબને 9 વિકેટે હરાવી ત્રીજી જીત  (IPL 2022) મેળવી હતી. પંજાબની ટીમ પહેલા રમતા  (DC vs PBKS) માત્ર 115 રન બનાવી શકી હતી. જેના જવાબમાં દિલ્હીએ 10.3 ઓવરમાં એક વિકેટના નુકસાને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નરે બીજી મોટી ઇનિંગ રમી હતી. તે 60 રને અણનમ રહ્યો હતો. આ તેની સતત ત્રીજી હાફ સેંચરી છે. આ પહેલા તેણે KKR અને RCB સામે પણ હાફ સેંચરીમારી હતી. 6 મેચમાં ટીમની આ ત્રીજી જીત છે.
 
લક્ષ્યનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે ઝડપી શરૂઆત કરી હતી. વોર્નર અને પૃથ્વી શોએ પ્રથમ વિકેટ માટે 6.3 ઓવરમાં 83 રન જોડ્યા હતા. શોએ 20 બોલમાં 41 રન બનાવ્યા અને રાહુલ ચહરના હાથે આઉટ થયો. તેણે 7 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. વોર્નર 30 બોલમાં 60 રન બનાવીને અણનમ રહ્યો હતો. 10 ચોગ્ગા અને 1 છગ્ગો માર્યો. સરફરાઝ અહેમદ પણ 12 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. 13 બોલનો સામનો કર્યો અને એક ફોર ફટકારી. પંજાબ તરફથી કોઈ બોલર પોતાની છાપ છોડી શક્યો ન હતો. દિલ્હીએ 57 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી.