મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2022
Written By
Last Modified: મુંબઈ. , ગુરુવાર, 19 મે 2022 (00:45 IST)

KKR vs LSG: લખનૌ રોમાંચક જીત સાથે પ્લેઓફમાં, કેકેઆર ટીમ હારીને બહાર

Lucknow Super
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમ IPL 2022માંથી બહાર થઈ ગઈ છે. T20 લીગની 66મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે રોમાંચક મેચમાં ટીમને 2 રને પરાજય આપ્યો હતો. KKRની 14 મેચમાં આ 8મી હાર છે. આ સાથે જ લખનૌની 14 મેચમાં 9મી જીત છે. મેચમાં પ્રથમ રમતા લખનૌએ વિના વિકેટે 210 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. વિકેટ કીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકે અણનમ 140 રન બનાવ્યા હતા. જવાબમાં KKRની ટીમ 8 વિકેટે 208 રન જ બનાવી શકી હતી. લખનૌ અને ગુજરાત ટાઈટન્સની ટીમ પ્લેઓફમાં પહોંચી ગઈ છે. અન્ય 2 ટીમો નક્કી થવાની બાકી છે. 
 
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સની શરૂઆત સારી રહી ન હતી. ટીમે 9 રનના સ્કોર પર બંને ઓપનર બેટ્સમેનોની વિકેટ ગુમાવી દીધી હતી. વેંકટેશ અય્યર શૂન્ય અને અભિજીત તોમર 4 રન બનાવીને મોહસીન ખાનનો શિકાર બન્યા હતા. 3 ઓવર પછી ટીમનો સ્કોર 2 વિકેટે 10 રન હતો. આ પછી નીતિશ રાણા અને કેપ્ટન શ્રેયસ અય્યરે આક્રમક અભિગમ અપનાવ્યો અને આગામી 3 ઓવરમાં 50 રન બનાવ્યા. 6 ઓવર પછી સ્કોર 2 વિકેટે 60 રન હતો.
 
રાણાની વિકેટ ગૌતમને મળી 
નીતીશ રાણાને 8મી ઓવરમાં ઓફ સ્પિનર ​​કૃષ્ણપ્પા ગૌતમે આઉટ કર્યો હતો. તેણે 22 બોલમાં 42 રન બનાવ્યા હતા. 9 ચોગ્ગા માર્યા. તેણે ઐયર સાથેની ભાગીદારીમાં 55 રન જોડ્યા. ત્યારબાદ શ્રેયસ અય્યર અને સેમ બિલિંગ્સે ચોથી વિકેટ માટે 66 રન જોડીને ટીમની આશા જીવંત રાખી હતી. અય્યર 50 રન બનાવીને માર્કસ સ્ટોઈનિસના હાથે આઉટ થયો હતો. તેણે 29 બોલનો સામનો કર્યો હતો. 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા.
 
છેલ્લી ઓવર માર્કસ સ્ટોઇનિસે નાખી. 
રિંકુએ પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. બીજા બોલ પર સિક્સર ફટકારી. ત્રીજા બોલ પર ફરીથી સિક્સર મારી. ચોથા બોલ પર 2 રન. રિંકુ 5માં બોલ પર આઉટ થઈ ગયો. તેણે 15 બોલમાં 40 રન બનાવ્યા હતા. 2 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. હવે KKRને જીતવા માટે એક બોલમાં 3 રન બનાવવાના હતા. ઉમેશ યાદવ છેલ્લા બોલ પર બોલ્ડ થયો અને લખનૌને રોમાંચક જીત મળી. નરેન 7 બોલમાં 21 રન બનાવીને અણનમ રહ્યો હતો. 3 સિક્સર ફટકારી.