શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2022
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 16 મે 2022 (15:27 IST)

IPL 2022: ક્રિકેટના મેદાનમાં પોતાની ગેરવર્તણૂંક માટે રેયાન પરાગ સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે ટ્રેંડ, જાણો એવુ તો શુ કર્યુ આ યુવા ક્રિકેટરે

Riyan Parag
ક્રિકેટ કે કોઈપણ અન્ય રમતમાં ફક્ત તમારુ પ્રદર્શન જ નહી પણ મેદાન પર તમારો વ્યવ્હાર પણ ખૂબ મહત્વનો છે. એટલે જ તો ઘણીવાર અનેક ખેલાડી સારુ રમવા છતા આલોચનાનો શિકાર બને છે.  આઈપીએલ 2022માં  રવિવારે ર્યાન પરાગ સાથે પણ આવુ જ થયુ. 20 વર્ષના આ યુવા ખેલાડીએ લખનૌ સુપરજાયંટ્સ માટે સારુ પ્રદર્શન કર્યુ.  તેમણે પહેલા બેટિંગમાં સારુ પરફોર્મ કર્યુ. પછી ફિલ્ડિંગ કરીને બે કેચ ઝડપ્યા પણ આ દરમિયાન એક એવી હરકત કરી બેસ્યા જે અનેક ક્રિકેટપ્રેમીઓને ગમી નહી. 
 
IPLમાં રવિવારે સાંજે રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપરજાયન્ટ્સ વચ્ચે સ્પર્ધા થઈ હતી. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સ ટીમે 8 વિકેટે 178 રન બનાવ્યા હતા. જેમાં રેયાન પરાગનું યોગદાન 19 રન (16 બોલ) હતું. જ્યારે લખનૌ સુપરજાયન્ટ્સ કાઉન્ટર ઇનિંગ્સ રમવા માટે બહાર આવી ત્યારે રેયાન પરાગ ફરીથી અને ફરીથી મેદાન પર દેખાયો. આસામનો આ યુવક શ્રેષ્ઠ ફિલ્ડરોમાંથી એક છે. આ કારણોસર, કેપ્ટન સંજુ સેમસન ઘણીવાર આ યુવાનને તે સ્થાનો પર તૈનાત કરે છે જ્યાં મહત્તમ બોલ જાય છે. પરાગ એ ફિલ્ડર પણ છે જેણે IPL 2022માં સૌથી વધુ કેચ પકડ્યા હતા.
 
રેયાન પરાગે લખનૌ સુપરજાયન્ટ્સ સામે  પણ બે કેચ પકડ્યા હતા. તેણે સૌથી પહેલા જોસ બટલર સાથે શાનદાર જુગલબંધી બતાવતા કૃણાલ પંડ્યાનો કેચ પકડ્યો હતો. પંડ્યાએ અશ્વિનની બોલ પર લોંગ-ઓન પર શોટ ફટકાર્યો. બટલરે ઝડપી દોડતી વખતે તેને લગભગ પકડી લીધો હતો, પરંતુ તેની ઝડપને કારણે તે પોતાને બાઉન્ડ્રી લાઇનની બહાર જતા રોકી શક્યો નહોતો. આ દરમિયાન ઈંગ્લેન્ડના ક્રિકેટરે હોશિયારી દેખાડી અને બાઉન્ડ્રી લાઈનની બહાર જતા પહેલા રેયાન પરાગ તરફ બોલ ફેંક્યો, જે લોંગ-ઓફથી તેની તરફ દોડી રહ્યો હતો. પરાગે કૂદકો મારીને આ કેચ લીધો અને તેમના ખૂબ વખાણ થયા.
 
આ કેચના થોડા સમય બાદ રેયાન પરાગને 19મી ઓવરમાં માર્કસ સ્ટોઈનિસને કેચ પકડવાની તક મળી. તે ખૂબ જ મુશ્કેલ કેચ હતો. પરાગે સામે ડાઇવ કરીને બોલ કેચ કર્યો અને આઉટ થયાનો ઈશારો કર્યો. પરાગે એવુ બતાવ્યુ  જાણે તેણે આ કેચ ખૂબ જ સફાઈથી લીધો હોય. પરંતુ થર્ડ અમ્પાયરે તેને નોટ આઉટ ગણાવ્યો હતો. ટીવી રિપ્લેમાં સ્પષ્ટ દેખાતું હતું કે બોલ પરાગના હાથમાં જાય તે પહેલાં જમીન પર ટચ થઈ ગયો હતો. પરાગનો કેચ પકડવાનો આ દાવો ભૂતપૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરોને ગમ્યો નહી. 
 
સ્ટાર સ્પોર્ટ્સ પર કમેંટરી કરી રહેલા મોહમ્મદ કૈફે સ્પષ્ટ કહ્યું કે આજના યુગમાં જ્યારે મેદાનના દરેક ખૂણામાં કેમેરા લગાવવામાં આવ્યા છે ત્યારે આવી અપીલ કરવાનો કોઈ અર્થ નથી. આટલા બધા કેમેરા ગોઠવ્યા પછી તમે બેઈમાની કરી શકતા નથી.  તમે પકડાઈ જશો. તો પછી પરાગે આવું કેમ કર્યું, તે સમજની બહાર છે. આકાશ ચોપરાએ  પણ કહ્યું કે પરાગે અપીલ નહોતી કરવી જોઈતી. જો તેને શંકા હોય તો તે  ત્રીજા અમ્પાયરની મદદ લેવા વિનંતી કરી શક્યો હોત.
 
પરંતુ આ તો સ્ટોરીનો પહેલો ભાગ છે, જેમાં રેયાન પરાગ ખોટું કરતો જોવા મળ્યો હતો. ક્લાઈમેક્સ તો હજુ બાકી હતો . 20મી ઓવરના બીજા બોલ પર સ્ટોઇનિસે લોંગ ઓન  પર શોટ રમ્યો હતો. બોલ ઘણો ઉપર ગયો અને નીચે ઊભેલા પરાગે તેને લાડુની જેમ પકડી લીધો. રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓ અને ચાહકો આનંદમાં ઉછળી પડ્યા હતા. રેયાન પરાગે પણ તેની ઉજવણી કરી, પરંતુ આ દરમિયાન તેણે કંઈક એવું કર્યું જે સામાન્ય ક્રિકેટ પ્રેમીઓને ગમ્યુ નહી. 
 
રૈયાન પરાગ કેચ લપક્યા પછી ઉભો થઈ ગયો. જ્યારે સ્ટૉયનિસ ક્રીજની તરફ ફરી રહ્યા હતા ત્યારે પણ પરાગ જશ્નના મૂડમાં જોવા મળ્યા. તેમણે બોલને જમણા હાથથી પકડ્યો અને તેને લઈને ધીરેથી મેદાન પર બેસી ગયા. ત્યારબાદ તેઓ  બોલને જમીન તરફ ધીરે ધીરે લઈ જવા લાગ્યા. જ્યારે બોલ જમીનથી મુશ્કેલીથી એક ઈંચ ઉપર રહી હશે ત્યારે પરાગે એવુ બતાવ્યુ જેવુ કે તેમણે બોલ નીચે પડતા પહેલા જ પકડી લીધો. પરાગની આ હરકત એક રીતે તેમના અગાઉના નિષ્ફળ કેચમાં થર્ડ અમ્પાયરના નિર્ણય્હનો વિરોધ કે મજાક જેવી હતી. આકાશ ચોપડાએ તરત જ કહ્યુ પરાગ તમે ઠીક નથી કર્યુ. તેનાથી તમારા  ફેયરપ્લેના અંક કપાવવા નક્કી છે. સાથી કોમેંટર્સે પણ આકાશનુ સમર્થન કર્યુ. 
 
સોમવારે, મેચના બીજા દિવસે, રેયાન પરાગ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યા. લોકો પરાગને ઘમંડી કહેવા લાગ્યા.  ઘણા લોકોએ તેના પર પ્રતિબંધ લગાવવાની માંગ પણ કરી હતી. એક યુઝરે લખ્યું કે તેણે પરાગ જેવો ઘમંડી ક્રિકેટર જોયો નથી, જે માત્ર 20 વર્ષનો છે.
 
જો કે કેટલાક લોકો રેયાનના સમર્થનમાં પણ આવ્યા. તેમણે કહ્યુ કે જ્યારે વિરાટ કોહલી કે ડેવિડ વાર્નર જેવા મોટા ખેલાડી આક્રમક રીતે જશ્ન મનાવે છે તો તેમને કોઈ સલાહ નથી આપતુ કે વાંધો નથી ઉઠાવતુ પણ આ યુવા ક્રિકેટરને દરેક કોઈ શીખવાડવા બેસી ગયા છે.