શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2022
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 13 મે 2022 (00:17 IST)

IPL 2022 MI vs CSK: મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને કહ્યું- હમ તો ડૂબેંગે સનમ તુમકો ભી લે ડૂબેંગે...

હમ તો ડૂબેંગે સનમ તુમકો ભી લે ડૂબેંગે... મુંબઈ ઈંડિયંસે આઈપીએમાં ગુરૂવારે ચેન્નઈ સ્ય્પર કિગ્સને જ્યારે હરાવ્યુ તો આ કહેવાત યાદ આવી. આ હાર સાથે જ ચેન્નઈ સુપર કિંગ્સને પ્લેઓફની થોડી ઘણી આશા હતી  એ પણ તૂટી  ગઈ. રસપ્રદ વાત એ છે કે, એમએસ ધોનીની સીએસકેને મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા ખિતાબની રેસમાંથી બહાર કરી દેવામાં આવી હતી, જેઓ આ રેસમાંથી પહેલા બહાર થઈ ગયા હતા. રોહિત શર્માની આગેવાનીમાં મુંબઈ ઈન્ડિયન્સની આ માત્ર ત્રીજી જીત છે. આ જીત છતાં તે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. ચેન્નાઈ સુપર કિંગ્સ 8 પોઈન્ટ સાથે તળિયેથી બીજા ક્રમે છે.

 
આઈપીએલમાં અત્યાર સુધી 59 મેચ રમાઈ છે. સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ સિવાય અન્ય તમામ ટીમોએ 12-12 મેચ રમી છે. ગુજરાત ટાઇટન્સ 18 પોઈન્ટ સાથે પ્લેઓફ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. લખનૌ સુપરજાયન્ટ્સ (16) અને રાજસ્થાન રોયલ્સ (14), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (14) પ્લેઓફની ખૂબ નજીક છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ આ રેસમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગયા છે.