સંબંધિત સમાચાર
- KKR vs GT Live:ગુજરાત ટાઇટન્સે લગાવી જીતની હેટ્રિક, છેલ્લી ઓવરમાં કોલકાતાને 18 રન બનાવવા ન દીધા
- .IPL 2022 DC vs RR, Highlights - રાજસ્થાન રોયલ્સે 15 રનથી દિલ્હી કૈપિટલ્સને હરાવ્યુ
- IPL 2022: એમએસ ધોનીની 51મી સિક્સર અને મળી રોમાંચક જીત, જડેજાએ મેદાન પર કર્યુ સેલ્યુટ
- IPL 2022: દિલ્હી કૈપિટલ્સે કોરોનાના ભય વચ્ચે પંજાબને હરાવ્યુ, ડેવિડ વોર્નરની હાફ સેંચુરી
- IPL 2022 - શુ રદ્દ થઈ જશે આજની મેચ, દિલ્હી કેપિટલ્સનો એક વધુ ખેલાડી કોરોના પોઝીટિવ, શુ કહે છે IPLનો નિયમ ?
IPL 2022: ન ઈશ્ક મે ન પ્યાર મે, જો મજા હૈ મુંબઈ ઈંડિયંસ કી હાર મે... મેચ પછી ટ્વિટર પર મચ્યુ ઘમાસાન
કેએલ રાહુલની 103 રનની શાનદાર રમત અને કૃણાલ પંડ્યા (3/19)ની ઘાતક બોલિંગને કારણે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ રવિવારે રમાયેલી IPL મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI)ને 36 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા લખનૌની ટીમે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 132 રન જ બનાવી શકી હતી. આ સિઝનમાં મુંબઈની આ સતત આઠમી હાર છે. આઈપીએલના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે, જ્યારે મુંબઈને આટલી બધી મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હોય.
#LSGvsMI
— Bajey (@worstsledger) April 24, 2022
Mumbai Indians with other team in #IPL2022 pic.twitter.com/49okTjNHeg
મુંબઈની હાર બાદ સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર આવ્યું હતું. ટ્વિટર પર એકથી વધુ મીમ્સ શેર કરવામાં આવ્યા હતા અને ચાહકોએ તેમની નારાજગી વ્યક્ત કરી હતી. લાંબા સમયથી મુંબઈની બેટિંગ સંપૂર્ણપણે ફ્લોપ થઈ રહી છે અને આ જ કારણ છે કે ટીમ ન તો મોટો સ્કોર કરી શકી છે અને ન તો મોટા સ્કોરનો પીછો કરી શકી છે.
Mumbai indians creating history #MumbaiIndians #MIvsLSG #ipl #TATAIPL #IPL2022 pic.twitter.com/QpkbF6JOYm
— Falak (@Falak55518) April 24, 2022
ટ્વિટર પર કોઈએ લખ્યું કે મુંબઈ ઈન્ડિયન્સ મંદિરનો ઘંટ બની ગઈ છે, જે અહીં આવનારા તમામ લોકો વગાડી રહ્યા છે. અન્ય એક યુઝરે લખ્યું હતું કે, ન ઈશ્ક મે ન પ્યાર મે, જો મજા હૈ મુંબઈ ઈંડિયંસ કી હાર મે... તેવી જ રીતે હજારો ટ્વિટ કરવામાં આવ્યા હતા. જેમાં મુંબઈ વિશે અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી હતી
Mumbai Indians trying to taste victory this season pic.twitter.com/ALamCA4tVi
— Sagar (@sagarcasm) April 24, 2022
મુંબઈ આ સિઝનમાં ઘણા ફેરફારો સાથે મેદાનમાં ઉતર્યું હતું, જેનું કારણ હતું કે તેની બોલિંગ અને બેટિંગ બંને સંપૂર્ણપણે ફ્લોપ રહી હતી. ટીમને જેનુ નુકશાન સહન કરવુ પડ્યુ અને સતત હારનો સામનો કરવો પડ્યો. પ્લેઓફમાં પહોંચવાની મુંબઈની આશા પૂરી રીતે સમાપ્ત થઈ ગઈ છે. બાકીની મેચોમાં ટીમ પોતાની શાખ બચાવવાનો પ્રયાસ કરશે.
