1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2022
Written By
Last Updated : શનિવાર, 23 એપ્રિલ 2022 (07:32 IST)

.IPL 2022 DC vs RR, Highlights - રાજસ્થાન રોયલ્સે 15 રનથી દિલ્હી કૈપિટલ્સને હરાવ્યુ

rajasthan royals
.IPL 2022 DC vs RR, Highlights:જોસ બટલર, દેવદત્ત પડિક્કલ અને કેપ્ટન સંજુ સેમસનની ધમાકેદાર બેટિંગની મદદથી રાજસ્થાન રોયલ્સે IPL 2022ની 34મી મેચમાં દિલ્હીને 15 રનથી હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાને જોસ બટલરના 65 બોલમાં 116, દેવદત્ત પડિક્કલના 35 બોલમાં 54 અને કેપ્ટન સંજુ સેમસનના 19 બોલમાં અણનમ 46 રનની મદદથી નિર્ધારિત ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 222 રન બનાવ્યા હતા. 
રાજસ્થાનની તોફાની બેટિંગ સામે દિલ્હીના તમામ બોલરો ખરાબ રીતે ફ્લોપ થયા. કુલદીપ યાદવ ઘણો મોંઘો સાબિત થયો, તેણે 3 ઓવરમાં 40 રન આપ્યા. ખલીલ અહેમદ અને મુસ્તાફિઝુર રહેમાનને એક-એક સફળતા મળી.

પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે જોસ બટલરની સદીના આધારે દિલ્હી સામે 223 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં દિલ્હીની બેટિંગ જારી છે. પૃથ્વી શો અને ડેવિડ વોર્નરે મજબૂત શરૂઆત કરી હતી. જોકે, વોર્નર 28 રન બનાવીને આઉટ થયો હતો. સરફરાઝ ખાન 1 રન બનાવીને આઉટ થયો હતો. પૃથ્વી શો 37 રન બનાવી શક્યો હતો. રિષભ પંત 44 રન બનાવીને આઉટ થયો હતો. અક્ષર પટેલ એક રન બનાવીને આઉટ થઈ ગયો હતો.
 
IPL 2022ની 34મી મેચમાં રાજસ્થાન રોયલ્સે 223 રનનો ટાર્ગેટ દિલ્હી કેપિટલ્સને આપ્યો છે. ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા RRએ 2 વિકેટના નુકસાને 222 રન કર્યા હતા. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સે 6 વિકેટના નુકસાને 120+ રન કર્યા છે. પહેલી ઈનિંગમાં જોસ બટલરે સૌથી વધુ 116 રનની ઈનિંગ રમી હતી. આ બટલરની સતત બીજી તથા સીઝનની ત્રીજી સદી ફટકારી છે. દિલ્હી તરફથી ખલીલ અહેમદ અને મુસ્તફિઝુર રહેમાને 1-1 વિકેટ લીધી હતી.

રાજસ્થાનની તોફાની બેટિંગ સામે દિલ્હીના તમામ બોલરો ખરાબ રીતે ફ્લોપ થયા હતા. કુલદીપ યાદવ ઘણો મોંઘો સાબિત થયો, તેણે 3 ઓવરમાં 40 રન આપ્યા. ખલીલ અહેમદ અને મુસ્તાફિઝુર રહેમાનને એક-એક સફળતા મળી.