સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : રવિવાર, 27 માર્ચ 2022 (18:27 IST)

MI vs DC: ઈશાન કિશન (Ishan Kishan) નું બેટ જોરદાર બોલ્યું, મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 178 રનનો ટાર્ગેટ આપ્યો

મુંબઈ ઈન્ડિયન્સના યુવા ઓપનર ઈશાન કિશને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL-2022)ની 15મી સિઝનની બીજી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેણે આ મેચમાં (MI vs DC) દિલ્હી કેપિટલ્સ સામે અડધી સદી ફટકારી હતી. 
 
મુંબઈએ નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યા અને દિલ્હીને જીતવા માટે 178 રનનો ટાર્ગેટ મળ્યો. ઈશાન કિશન 81 રને અણનમ પરત ફર્યો હતો. તેના સિવાય કેપ્ટન રોહિત શર્મા Rohit Sharma)એ 41 રનનું યોગદાન આપ્યું હતું. તે જ સમયે, દિલ્હી તરફથી રમતા ચાઈનામેન બોલર કુલદીપ યાદવે (Kuldeep Yadav)  પણ પ્રભાવિત કર્યું અને 3 વિકેટ લીધી.