ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2023
Written By
Last Updated : સોમવાર, 8 મે 2023 (07:53 IST)

GT vs LSG: 8 બોલર ઉતર્યા પણ આ ખતરનાક બેટ્સમેનની વિકેટ ન મેળવી શક્યા! અમદાવાદમાં તબાહી

shubhman gil
Shubman Gill, GT vs LSG:  રવિવારે લખનૌ સામેની IPL-2023 મેચમાં ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 227 રન બનાવ્યા હતા. રોચક વાત એ છે કે એક બેટ્સમેનને આઉટ કરવા માટે 8 બોલરો ઉતર્યા, પરંતુ સફળતા મેળવી શક્યા નહીં.
 
શુભમન ગિલનો ધડાકો
અમદાવાદના આઇકોનિક નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ક્રુણાલે ટોસ જીતીને ગુજરાતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ગુજરાતના ઓપનર શુભમન ગિલે 51 બોલમાં 94 રનની શાનદાર ઇનિંગ રમી અને અણનમ પરત ફર્યો. લખનૌના કેપ્ટન કૃણાલે ગિલને આઉટ કરવા માટે 7 બોલરોને મેદાનમાં ઉતાર્યા હતા. પોતે બોલિંગ કરી પરંતુ ગિલને આઉટ કરી શક્યો નહીં. ગિલે પોતાની ઇનિંગમાં 2 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા.