રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2023
Written By
Last Modified: બુધવાર, 17 મે 2023 (00:42 IST)

IPL 2023 : આ ટીમ જીતશે IPLનો ખિતાબ, 15માંથી 13 વખત થયું છે આ કારનામું

IPL 2023 Points Table Update :  આઈપીએલ 2023ની ચેમ્પિયન ટીમ કોણ હશે. હવે ઓછામાં ઓછી એક ટીમ  આ માર્ગ પર આગળ વધી છે અને બે ટીમ રેસમાંથી બહાર છે. એટલે કે દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ ટાઇટલની રેસમાંથી બહાર છે. હવે દસમાંથી આઠ ટીમ વચ્ચે લડત  ચાલી રહી છે અને તેમાંથી માત્ર એક જ ટીમ વિજેતા તરીકે ઉભરી આવશે. પરંતુ તે ટીમ કોણ હશે તેની ચર્ચા ફેન્સ વચ્ચે ચર્ચાએ જોર પકડ્યુ છે. લોકો આને લઈને શરતો લગાવી રહ્યા છે. જોકે IPLનો નવો ચેમ્પિયન કોણ બનશે, તે 28 મેના રોજ રાત્રે 11 વાગ્યા પછી જાહેર થશે, પરંતુ હજુ પણ શક્યતાઓ અને આશંકાઓનો તબક્કો ચાલુ છે. એટલે કે હવે ચિત્ર કંઈક અંશે સ્પષ્ટ થવા લાગ્યું છે. અમે આ વાત કોઈ તુક્કામાંનથી કહી રહ્યા. પરતું તમામ ગુણાકાર ગણિત અને સમીકરણો અનુસાર કહી રહ્યા છીએ.  આ માટે અમે અત્યાર સુધી રમાયેલી તમામ IPL એટલે કે 15 સિઝનના આંકડા કાઢ્યા છે અને તેના પર ઊંડા સંશોધન બાદ કેટલાક આંકડા બહાર આવ્યા છે. ચાલો તમને તેમનો પરિચય કરાવીએ.
 
IPL 2023 ના પ્લેઓફમાં પ્રવેશનારી  પ્રથમ ટીમ બની ગુજરાત ટાઇટન્સ 
 
જો આપણે IPL 2023 ના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ, તો આપણને ખબર પડે છે કે હાર્દિક પંડ્યા દ્વારા ગુજરાતની કેપ્ટન્સી કરવામાં આવી છે. GT પાસે હાલમાં 18 પોઈન્ટ છે. જો ટીમ આગળની એક મેચ જીતે તો તે નંબર વન રહેશે, પરંતુ જો તે હારી જશે તો તેના 18 પોઈન્ટ તો રહેશે. . CSKની એક મેચ બાકી છે અને તે આગામી મેચ જીતીને 17 પોઈન્ટ સુધી જઈ શકે છે.  મુંબઈ ઈન્ડિયન્સના હાલમાં 14 પોઈન્ટ છે અને હવે એક જ  મેચ બાકી છે એટલે કે એક  મેચ જીતીને ટીમ 16 પોઈન્ટ સુધી જ જઈ શકે છે.   હવે બીજી કોઈ ટીમ ગુજરાત ટાઇટન્સ થી આગળ જઈ શકે તેમ નથી.  
 
આઈપીએલના ઈતિહાસમાં પોઈન્ટ ટેબલમાં નંબર વન અને ટુ પર રહેનારી ટીમોને મળે છે ફાયદો
જો આઈપીએલના 15 વર્ષના ઈતિહાસ પર નજર કરીએ તો અત્યાર સુધી જે ટીમ એક કે બે નંબર પર રહી છે તે 13 વખત આઈપીએલ ટાઈટલ જીતી ચુકી છે. ચાલો તમને આ 15 વર્ષ વિશે એક પછી એક માહિતી આપીએ. વર્ષ 2008ની પ્રથમ IPL રાજસ્થાન રોયલ્સે જીતી હતી. આ વર્ષે ટીમ 22 પોઈન્ટ સાથે નંબર વન હતી. 2009ની આઈપીએલ ડેક્કન ચાર્જીસ દ્વારા જીતવામાં આવી હતી અને આ વર્ષે ટીમ 20 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે હતી. CSKએ 2010 IPL જીતી હતી, પરંતુ તે વર્ષે ટીમ ત્રીજા નંબરે રહી હતી.  તેને છોડી દો તો CSKએ 2011 IPL જીતી હતી, આ વર્ષે ટીમ 18 પોઈન્ટ સાથે બીજા નંબરે રહી હતી. KKR 2012 IPL જીતી હતી, આ વર્ષે ટીમ 21 પોઈન્ટ સાથે બીજા નંબર પર હતી. 2013ની આઈપીએલ મુંબઈ ઈન્ડિયન્સે જીતી હતી, આ વર્ષે ટીમ 22 પોઈન્ટ સાથે બીજા નંબરે રહી હતી. 2014ની આઈપીએલ KKR દ્વારા જીતવામાં આવી હતી, ટીમ 18 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે હતી. 2015ની IPL મુંબઈ ઈન્ડિયન્સે જીતી હતી, આ વર્ષે ટીમ 16 પોઈન્ટ સાથે બીજા નંબર પર હતી. વર્ષ 2016માં વિજેતા સનરાઈઝર્સ હૈદરાબાદ હતી, પરંતુ ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે હતી. વર્ષ 2017ની આઈપીએલ મુંબઈ ઈન્ડિયન્સે જીતી હતી, આ વર્ષે ટીમ 20 પોઈન્ટ સાથે નંબર વન પર હતી. CSK એ 2018 IPL જીતી હતી અને ટીમ 18 પોઈન્ટ સાથે બીજા નંબર પર હતી. વર્ષ 2019ની ચેમ્પિયન ટીમ MI હતી, આ વર્ષે ટીમ 18 પોઈન્ટ સાથે નંબર વન પર હતી. MIએ વર્ષ 2020નું ટાઈટલ જીત્યું અને ટીમ 18 પોઈન્ટ સાથે નંબર વન પર રહી. CSK એ વર્ષ 2021 નો ખિતાબ જીત્યો આ વર્ષે ટીમ 18 પોઈન્ટ સાથે બીજા નંબર પર હતી. જ્યાં ગુજરાત ટાઇટન્સે વર્ષ 2022નું ટાઇટલ જીત્યું હતું, ત્યારે ટીમ 20 પોઇન્ટ સાથે એક પર રહી હતી. એટલે કે માત્ર બે વર્ષ છોડી દેવામાં આવે તો પોઈન્ટ ટેબલમાં પ્રથમ અને બીજા નંબરે રહેલી ટીમે ટ્રોફી પર કબજો જમાવ્યો છે.   આ વખતે ગુજરાત ટાઇટન્સ નંબર વન કે બે પર હશે, પરંતુ બીજી ટીમ કોણ હશે તે જોવું રસપ્રદ રહેશે. જો આમ જ ચાલશે તો ગુજરાત ટાઇટન્સ સિવાય જે ટીમ ટોપ-2માં રહેશે તેના ટાઇટલ જીતવાની શક્યતાઓ ખૂબ પ્રબળ બની જશે.