સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2023
Written By
Last Updated :નવી દિલ્હી. , મંગળવાર, 18 એપ્રિલ 2023 (11:43 IST)

જિયો-સિનેમા પર તૂટ્યો વ્યુઅરશિપના રેકોર્ડ, સૌથી વધુ 2.4 કરોડે જોઈ CSK-RCB ની મેચ

jio cinema
જિયો-સિનેમાએ વ્યુઅરશિપનો પોતાનો જ રેકોર્ડ ધ્વસ્ત કર્યો છે. જિયો સિનેમા પર ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ રોયલ ચેલેંજર્સ  બેંગલોર મેચ દરમિયાન દર્શકોની સંખ્યા 2 કરોડ 40 લાખના આંકડાને પાર કરી ગઈ.  ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ  જિયો-સિનેમા પર વર્તમાન આઈપીએલ 2023  સીઝનમાં આ અત્યારસુધીની સૌથી વધુ વ્યુઅરશિપ છે.  આ પહેલા 12 એપ્રિલના રોજ દર્શકોની સંખ્યા 2.2 કરોડ પહોંચી હતી.   મેચની બીજી ઇનિંગની છેલ્લી ઓવરમાં જિયો-સિનેમાના દર્શકોની સંખ્યા 24 મિલિયન સુધી પહોંચી ગઈ હતી. ચેન્નાઈએ આ રોમાંચક મેચ 8 રને જીતી લીધી હતી.
 
બીસીસીઆઈએ ટાટા આઈપીએલ સિઝન 2023ના ટીવી અને ડિજિટલ પ્રસારણ અધિકારો અલગ-અલગ કંપનીઓને આપી દીધા છે. ડિજિટલને તેનો સીધો ફાયદો જોવા મળી રહ્યો છે. Jio-Cinema IPL મેચોને ફ્રીમાં સ્ટ્રીમ કરી રહ્યું છે. આનાથી પણ આઈપીએલના પ્રેક્ષકોમાં તેનો પ્રવેશ થયો છે.
 
2.4 કરોડ દર્શકોની સંખ્યા કેટલી મોતી છે તેનો અંદાજ એ વાતથી લગાવી જઈ શકાય છે કે 2019 સીઝનના ફાઈનલ મેચ દરમિયાન ડિઝની હૉટસ્ટાર પર સૌથી વધુ વ્યુઅરશિપ 18.6 1.86 કરોડ નોંધવામાં આવી હતી.  આઈપીએલ હાલ પોતાના લીગ મેચના ચરણમાં છે અને અત્યારથી હાલથી જિયો-સિનેમાએ છેલ્લા બધા રેકોર્ડ પોતાને નામે કરી લીધો છે. જેમ જેમ આઈપીએલ ફાઈનલની તરફ વધશે. જિયો-સિનેમા પર દર્શકોની સંખ્યામાં વધુ નોંધપાત્ર જોવા મળી શકે છે. કંપનીનો દાવો છે કે રોજ લાખો નવા દર્શકો તેના તેના સ્ટ્રીમિંગ એપના દ્વારા આઈપીએલ સાથે જોડાયેલા રહે છે.  
 
જિયો-સિનેમા દર્શકોની સાથે-સાથે પ્રાયોજકો અને જાહેરાતકર્તાઓની દ્રષ્ટિએ રેકોર્ડ બનાવી રહ્યું છે. દેશ અને દુનિયાની ટોચની બ્રાન્ડ્સ Jio-Cinema પર જાહેરાત કરી રહી છે. ટીવીને પાછળ છોડીને જિયો-સિનેમાએ પણ 23 મોટા પ્રાયોજકો સાથે જોડાણ કર્યું છે.