1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2023
Written By
Last Modified: સોમવાર, 8 મે 2023 (15:58 IST)

સોશિયલ મીડિયા પર Virat Kohli નો LSGના વિરુદ્ધ અનોખો ખેલ, GT ના ખેલાડીઓના વખાણ કરીને ઉશ્કેરવાની કરી કોશિશ

virat
વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચેની લડાઈ અટકવાનું નામ જ નથી લઈ રહી. છેલ્લી વખત બંને મેદાનમાં ટકરાયા હોવાથી સોશિયલ મીડિયા પર પણ યુદ્ધ ચાલી રહ્યું છે. સીધી રીતે તો નહી પણ આડકતરી રીતે એકબીજાને ટોણા મારતા રહે છે. જે ગઈકાલે પણ જોવા મળ્યું. જો કે મેણા મારવા પર સચ્ચાઈને ડંકાની ચોટ કહી શકતા નથી.   પરંતુ અમારા આ સમાચાર સાંભળ્યા પછી, તમે પણ સમજી શકશો કે સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીએ જે સ્ટોરી નાખી છે તેનો શુ મતલબ છે. 

 
ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાઈ રહી હતી અને ગઈકાલની આ મેચ વિરાટ કોહલી પણ જોઈ રહ્યો હતો. આ વાત આપણને તેમની સ્ટોરી પરથી જ જાણવા મળે છે. તેમણે ગઈકાલે તેમને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ કરેલી બે સ્ટોરીઓમા, પ્રથમ રિદ્ધિમાન સાહા વિશે હતી, જેણે લખનૌ સામે ગુસ્સે ભરેલી બેટિંગ કરી અને 42 બોલમાં 83 રનની શાનદાર ઇનિંગ રમી. અને બીજી સ્ટોરી રાશિદ ખાનના કેચની છે, જે તેણે લખનૌના ઓપનર બેટ્સમેન કાયલ માયર્સનો લીધો હતો. પહેલી સ્ટોરીમાં વિરાટે સાહાની તસવીર પોસ્ટ કરી અને લખ્યું, 'વન્ડરફુલ પ્લેયર રિદ્ધિ', જ્યારે બીજી સ્ટોરીમાં તેણે રાશિદ ખાનના કેચ પર લખ્યું કે તે આટલો શાનદાર કેચ પહેલીવાર જોઈ રહ્યો છે.
 
બંને સ્ટોરીમા વિરાટે ગુજરાતના ખેલાડીઓના વખાણ કર્યા છે અને સ્ટોરીની તસવીર જોઈને તમે સ્પષ્ટપણે સમજી શકશો કે વિરાટ મેચ જોઈ રહ્યો હતો અને સાથે જ તેમણે પોતાના ટીવી પરથી ફોટો લીધો અને આ તસવીર તેના પર પોસ્ટ કરી. બીજી તરફ તેમણે રાશિદ ખાનના કેચનો વીડિયો મૂક્યો છે, જે ટીવી પરથી રેકોર્ડ કરવામાં આવ્યો છે. વિરાટની સ્ટોરીને જોઈને એવું લાગે છે કે તે ગઈ કાલે ગુજરાત ટાઇટન્સનુ સમર્થન કરી રહ્યો હતો અને લખનૌ સુપરજાયન્ટ્સનુ નહીં, જેમની સાથે 1લી મેના રોજની મેચ પછી તેમનો તેના મૈટોર સાથે ઝઘડો થયો હતો જો કે સોશિયલ મીડિયા પર વિરાટ અને ગંભીર  સતત એકબીજાને ટારગેટ કરતા જોવા મળે છે.    જો કે, અહીં અફઘાનિસ્તાનના નવીન-ઉલ-હકનું પણ  નામ લેવુ  ખોટું નહીં હોય, કારણ કે તેઓ આ વોરના મુખ્ય અતિથિ છે.