સંબંધિત સમાચાર
- PBKS vs GT: પંજાબ કિંગ્સે ખોલ્યું જીતનું ખાતું , ઘરઆંગણે ગુજરાત ટાઇટન્સને હરાવ્યું
- CSK ની હારનો કોણ છે સૌથી મોટો વિલન ? શૂન્ય પર આઉટ થઈને DRS પણ કર્યો બરબાદ
- CSK vs RR Score: રાજસ્થાન રોયલ્સે જીત સાથે કરી ટુર્નામેન્ટની શરૂઆત, ચેન્નઈ સુપર કિંગ્સને ધોઈ નાખ્યું
- KKR ની હારનો સૌથી મોટો વિલન કોણ છે, એક ખેલાડીએ પાડી દીધો ખેલ
- રોહિત શર્માએ IPL 2026 સીઝનની કરી શાનદાર શરૂઆત, આ બાબતમાં વિરાટ કોહલીને છોડ્યો પાછળ
PL 2026: IPL ડેબ્યૂ મેચમા જ 22 વર્ષના ઓલરાઉંડરે મચાવ્યુ તોફાન, જાણો કોણ છે કૂપર કોનોલી
news campaign
Who Is Cooper Connolly: IPL 2026 માં એક નવો સિતારો ઉભરી આવ્યો છે. IPLમાં પહેલી વાર રમી રહેલા 22 વર્ષના ઓસ્ટ્રેલિયાઈ ઓલરાઉંડર કૂપર કોનોલીએ બેટથી જાદુ વિખેર્યો. કૂપરે પોતાની IPL ડેબ્યૂ મેચમાં જ મેચ વિનિંગ ઇનિંગ રમી અને પંજાબ કિંગ્સ ટીમને રોમાંચક જીત અપાવી. મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં કોનોલીએ 44 બોલમાં અણનમ 72 રનની શાનદાર ઇનિંગ રમી. આ દરમિયાન તેણે 5 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકારીને ગુજરાત ટાઇટન્સ સામે પંજાબ કિંગ્સને 3 વિકેટથી વિજય અપાવ્યો. કૂપરને તેની મેચ વિનિંગ ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. IPL 2026 ની હરાજીમાં પંજાબ કિંગ્સે તેને 3 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
કૂપર શાનદાર ઇનિંગ રમ્યો
A memorable start for the young Australian in the @PunjabKingsIPL colors
— IndianPremierLeague (@IPL) March 31, 2026
Cooper Connolly is adjudged the Player of the Match on his #TATAIPL debut
Scorecard https://t.co/75rCxTCOL1#KhelBindaas | #PBKSvGT pic.twitter.com/5JmVoTz6DW
ગુજરાત ટાઇટન્સના 162 રનનો પીછો કરતા, પંજાબે પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી જ્યારે કેપ્ટન ઐયરે કૂપરને ત્રીજા નંબરે બેટિંગ કરવા મોકલ્યો. કોનોલીએ તક ઝડપી લીધી અને ધમાકેદાર અડધી સદી ફટકારી. તેણે 34 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને અંત સુધી ટકી રહીને પોતાની ટીમને વિજય તરફ દોરી ગયો. તેણે 20 મી ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો મારીને મેચ પૂરી કરી.
ઓસ્ટ્રેલિયા અને પંજાબ કિંગ્સ બંનેમાં તેને ગ્લેન મેક્સવેલના લાંબા ગાળાના રિપ્લેસમેન્ટ તરીકે જોવામાં આવી રહ્યો છે. મેક્સવેલની જેમ, કોનોલી એક આક્રમક બેટ્સમેન છે અને સ્પિન બોલિંગમાં પણ યોગદાન આપે છે. કોનોલી ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન સ્ટાર શોન માર્શને આદર્શ માને છે. IPLમાં પ્રવેશ પહેલાં, કોનોલીએ ૫૨ T20 મેચ રમી હતી, જેમાં 870 રન બનાવ્યા હતા અને 30 વિકેટ લીધી હતી.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20 મેચ રમ્યા
Leading the charge for @PunjabKingsIPL
— IndianPremierLeague (@IPL) March 31, 2026
Cooper Connolly brings up his maiden #TATAIPL fifty on debut #PBKS need 38 from 29 deliveries.
Updates https://t.co/75rCxTCOL1#KhelBindaas | #PBKSvGT pic.twitter.com/PPPnlefD2N
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા માટે ઘરેલુ ક્રિકેટ રમનારા કોનોલીએ ઓસ્ટ્રેલિયા માટે પણ ડેબ્યૂ કર્યું છે. તેણે એક ટેસ્ટ, આઠ ODI અને 11 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે 7 સપ્ટેમ્બર, 2024 ના રોજ સ્કોટલેન્ડ સામે T20I માં ડેબ્યૂ કર્યું હતું અને તેનો એકમાત્ર ટેસ્ટ મેચ 2025 માં શ્રીલંકા સામે સ્ટીવ સ્મિથની કેપ્ટનશીપ હેઠળ હતો. તેણે ટેસ્ટમાં 4 રન, ODI માં 94 રન અને છ વિકેટ અને T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 28 રન અને ત્રણ વિકેટ લીધી છે. તેની છ ODI વિકેટમાંથી પાંચ વિકેટ દક્ષિણ આફ્રિકા સામેની એક જ મેચમાં આવી હતી. કોનોલી ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે ઓસ્ટ્રેલિયન ટીમનો પણ ભાગ હતો, જોકે તેને વધારે સફળતા મળી ન હતી.
કૂપર કોનોલીએ તેના IPL ડેબ્યૂ મેચમાં જ સાબિત કરી દીધુ છે કે તે એક મોટા મંચનો ખેલાડી છે. તે આગામી મેચોમાં આ પ્રદર્શન જાળવી રાખવાનો પ્રયાસ કરશે અને પંજાબ કિંગ્સ માટે મોટો મેચ વિનર સાબિત થઈ શકે છે.
