શનિવાર, 11 એપ્રિલ 2026
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ સમાચાર
  3. આઈપીએલ 2026
Written By
Last Updated : રવિવાર, 29 માર્ચ 2026 (09:05 IST)

વિરાટ કોહલીએ મેચ જીત્યા બાદ અનુષ્કા શર્માને આપી Flying Kiss, સોશિયલ મિડીયા પર વાયરલ થયો મોમેન્ટ, જુઓ VIDEO

virat Anushka chemistry
virat Anushka chemistry
Virat Kohli Flying Kiss to Anushka Sharma: IPL 2026 ની પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ શાનદાર જીત મેળવી. વિરાટ કોહલી બેંગ્લોરની જીતનો હીરો રહ્યો, તેણે અણનમ 69 રન બનાવ્યા. તેણે ઇનિંગની શરૂઆત કરી અને અંત સુધી અણનમ રહ્યો. આ દરમિયાન, કોહલીએ RCB ની જીતની ઉજવણી અનોખી રીતે કરી. મેચ પછી, તેણે મેદાનમાંથી તેની પત્ની અનુષ્કા શર્માને ફ્લાઇંગ કિસ આપી. અનુષ્કા શર્માએ પણ એ જ રીતે જવાબ આપ્યો. વિરાટ અને અનુષ્કાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
 

વિરાટે અનુષ્કા શર્માને આપી ફ્લાઈંગ કિસ 

ઉલ્લેખનિય છે કે મેચ જીત્યા પછી, કોહલીએ પહેલા અમ્પાયર અને વિરોધી ટીમના ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા, પછી સ્ટેન્ડ તરફ જોઈને અનુષ્કાને ફ્લાઈંગ કિસ આપી. કેમેરાએ તરત જ આ ક્ષણને કેદ કરી લીધી. અનુષ્કા શર્મા, જે આખી મેચ દરમિયાન ટીમને ટેકો આપી રહી હતી, તેણે વિરાટના હાવભાવનો જવાબ એક મોટું સ્મિત અને ફ્લાઈંગ કિસ સાથે આપ્યો. વિરાટ અને અનુષ્કા વચ્ચેની આ સુંદર ક્ષણ ચાહકોને ખૂબ જ ગમે છે.
 

69 રન બનાવીને અણનમ રહ્યો વિરાટ કોહલી 

 
વિરાટ કોહલીની વાત કરીએ તો, તે લાંબા સમય પછી તે મેદાનમાં પરત આવ્યો હતો . વિરાટે 38 બોલમાં પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 69 રનની અણનમ ઇનિંગ રમી. વિરાટ કોહલી પોતાની ટીમને વિજય તરફ દોરી ગયા પછી જ પેવેલિયન પાછો ફર્યો. બીજી બાજુથી દેવદત્ત પડિકલ અને કેપ્ટન રજત પાટીદારે તેમને સાથ આપ્યો. પડિકલે પણ 26 બોલમાં 61 રન બનાવ્યા. આ બે શાનદાર ઇનિંગ્સને કારણે, RCBએ 202 રનનો લક્ષ્યાંક ફક્ત 15.4 ઓવરમાં જ મેળવી લીધો.
 

ઈશાન કિશને રમી કપ્તાની રમત 

 
આ મેચમાં, સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી ઇશાન કિશને શાનદાર બેટિંગ કરી અને અડધી સદી ફટકારી. તેણે 38 બોલમાં 80 રન બનાવ્યા, જેમાં આઠ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા. હેનરિક ક્લાસેનએ પણ 22 બોલમાં 31 રન બનાવ્યા, જ્યારે અનિકેત વર્માએ 18 બોલમાં 43 રન બનાવ્યા. આ ઇનિંગ્સને કારણે, સનરાઇઝર્સ હૈદરાબાદ 20 ઓવરમાં 201 રન બનાવવામાં સફળ રહ્યું.