રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. આઈપીએલ સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: જ્હોનિસબર્ગ , શનિવાર, 28 માર્ચ 2009 (14:48 IST)

આઇપીએલની ફાઇનલ 24મીએ

N.D

હાઇપ્રોફાઈલ આઇપીએલ 2009ની પ્રારંભિક મેચ 18મી એપ્રિલના દિવસે કેપટાઉનમાં ન્યુલેન્ડ્સ ખાતે રમાશે જયારે ફાઈનલ મેચ 24મી મેના દિવસે જોહાનિસબર્ગમાં વાન્ડર્સ ખાતે રમાશે.

આઇપીએલે સત્તાવાર રીતે નવો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. કાર્યક્રમ મુજબ કુલ 59 મેચો આઠ શહેરોમાં રમાશે. કેપટાઊન, જોહાનિસબર્ગ, ડરબન સહિતના આ આઠ શહેરો રહેશે. ડરબનમાં સૌથી વધુ ભારતીય લોકોની વસ્તી રહેલી છે. અહીં કુલ 16 મેચો રમાશે જયારે પ્રિટોરિયામાં સેન્ચ્યુરીયન ખાતે 12 મેચો રમાશે. જોહાનિસબર્ગ અને કેપટાઉનમાં આઠ-આઠ મેચો રમાશે.